રવિવારની સાંજે સર્વત્ર આવેલા ઓચિંતા વરસાદને કારણે નાના મોટા શહેરો તેમજ ગ્રામીણ
વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. જેમાં બાલાસિનોર શહેરની પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક
બની જવા પામી છે. શહેરમાં આવેલા તળાવની પાળી તૂટતાં પાણી ઠેર ઠેર ફેલાઈ જવા
પામ્યું છે.
ઉલ્લેખનીય છેકે બાલાસિનોર નગરની શોભા ગણાતું સુદર્શન તળાવ છેલ્લા ઘણાં સમયથી નકૉગાર
બની ગયું હોવાની ફરિયાદો ભુતકાળમાં ઉઠવા પામી હતી. જે બાબતે અનેક વખતે રજૂઆતો થવા
પામી હતી. પરંતુ સમારકામ માટે ગ્રાન્ટનો અભાવ જણાવી તંત્ર પોતાનો બચાવ કરી રહી
હતી. પરંતુ આ વખતે સતત પડી રહેલા વરસાદને કારણે તળાવનું પાણી છલોછલ હતુ. તેમાં વળી
ગત રવિવારે બાલાસિનોર પંથકમાં બે કલાકમાં 87મી.મી વરસાદ તૂટી પડ્યો હતો જેથી
તળાવની પાળી પણ તૂટી ગઈ હતી. જેથી બારેમાસ
તળાવમાં ઠલવાતો કચરો હવે રોડ પર પથરાય ગયો છે.
લોકો શું કહે છે.
આ બાબતે સ્થાનિક
રહેવાસીઓના મતે નગરમાં મુખ્ય દરવાજા આવેલું સુદર્શન તળાવ એક સમયે બાલાસિનોરની શોભા
ગણાતું હતું. આજે પણ આ તળાવ જ્યારે પાણીથી છલકાય છે ત્યારે ખુબ જ સુંદર અને
મનોરમ્ય લાગે છે. તળાવના ઓવારા પર બનેલી બેઠકો પર સાંજે ફરવા જતાં નગરજનો બેસીને
તળાવની લહેરોનો નજારો માણતા હોય છે. પરંતુ આ વખતે તળાવના પાળી તૂટી જતાં પાણી રોડ
અને શાળા પરિસર સુધી પહોંચી ગયા છે. અને બારેમાસ તળાવમાં ઠલવાયેલો કચરો હવે રોડ
ઉપર આવી ગયો છે.
અત્યાર સુધીમાં અપુરતા વરસાદના કારણે
ખાલી તળાવમાં વિપુલ પ્રમાણમાં કચરો ઠલવાયો છે. જેના પુરાવા તળાવની પાળી તૂંટ્યા
બાદ મળી રહ્યાં છે. વહેલામાં વહેલી તકે તંત્રએ સત્વરે કામગીરી કરવી પડશે નહીં તો
રોગચાળો ફેલાઈ શકે તેવી શક્યતાઓ વધી ગઈ છે.
જાગૃત નાગરિકોના મતે તળાવની સમારકામની તાતી જરૂરિયાત હતી .પરંતુ તંત્ર બેધ્યાન હતું. અને જેથી અસરથી આ વખતે તળાવની પાળી તૂંટી જતાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને હવે રોગચાળો ફાટી ન નીકળે તે માટે તંત્રએ સત્વરે કામગીરી કરવાની જરૂર પડશે.
જાગૃત નાગરિકોના મતે તળાવની સમારકામની તાતી જરૂરિયાત હતી .પરંતુ તંત્ર બેધ્યાન હતું. અને જેથી અસરથી આ વખતે તળાવની પાળી તૂંટી જતાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને હવે રોગચાળો ફાટી ન નીકળે તે માટે તંત્રએ સત્વરે કામગીરી કરવાની જરૂર પડશે.
Ami Bhatt, Reporter, Balasinor