વિધાનગર ખાતે આવેલ નાના બજારના વેપારીઓ
પાલિકાની આડેધડ કામગીરીનો ભોગ બન્યાં છે. દિવાળીના સમયે જ વિકાસના કામો લઈને બેસી
જતી પાલિકાથી વેપારીઓનો વિકાસ રુંધાયો છે. જોકે આ બાબતે વેપારીઓનો આક્રોશ અંદરખાને
વધી રહ્યો છે. પીઠબળના અભાવે વેપારીઓ તંત્ર સામે એકસુરે અવાજ ઉઠાવી શક્તા
નથી. તે બાબતે જાગૃત વેપારીઓને દુખ છે.
વિધાનગરમાં ગટર લાઈન માટે મોટાભાગના
વિસ્તારોમાં આર.સી.સી રોડ ખોદી કાઢવામાં આવ્યાં છે. જેમાં નાના વિસ્તારમાં પાઈપ
લાઈન માટે ખોદાકામ કરી દેવામાં આવ્યું છે. નોંધનીય છેકે વિધાનગરના નાના બજારમાં
દરેક પ્રકારની ચીજ-વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો આવેલી છે. જેથી લોકોની અવર જવર
વ્યાપક પ્રમાણમાં રહે છે. હવે દિવાળીનો સમય નજીક છે. જેથી વેપારીઓને આશા હતી કે
વિપુલ પ્રમાણમાં લોકો ખરીદી કરશે. પરંતુ તેમની તે આશા નઠારી સાબિત કરવાની નેમ સાથે
પાલિકા તંત્રએ જાણે કમરકસી લીધી છે.
નાના બજારના વેપારીઓની વ્યથા
વેપારીઓના મતે ગત વર્ષેની દિવાળીએ
આર.સી.સી રોડનું કામકાજ ચાલી રહ્યું હતું. જેથી તે વખતે ગ્રાહકોને ઘણી મુશ્કેલીનો
સામનો કરવો પડી રહ્યો હતો. જેની અસર ધંધામાં દેખાઈ હતી. પરંતુ આ વખતે ધંધો સારો
રહેશે તેવી આશા બંધાઈ હતી. પરંતુ તેની ઉપર પાલિકા તંત્રએ પાણી ફેરવી દીધું છે.
અચાનક પાઈપ લાઈનનું કામ શરૂ કરી દેવાતાં બજારમાં અવર જવર મુશ્કેલ બની જવા પામી છે.
તેવી પરિસ્થિતિમાં નાના બજારમાં ખરીદી કરવા માટે ગ્રાહકો આવશે કે કેમ તે એક મોટો
સવાલ છે.
જોકે અમુક વેપારીઓના મતે અમોને સાત મહિના અગાઉ પાલિકા તંત્રના સુત્રોએ જણાવ્યું હતું કે અહીં પાઈપ લાઈનનું ખોદકામ થવાનું છે પરંતુ આ પ્રકારે દિવાળીના સમયે કરશે તેનો ખ્યાલ અમને ન હતો. અમુક વેપારીઓના મતે આ પ્રકારે દર દિવાળીએ ખોદાકામ કરીને પાલિકા તંત્ર નાના બજારના વેપારીઓને પરેશાન કરી રહી છે.
અચાનક વરસાદ શરૂ થઈ જવાથી ખોદેલા રસ્તામાં
પાણી ભરાઈ ગયા છે. જેથી પરિસ્થિતિ વધારે વિપરિત બની જવા પામી છે. જેનો રોષ
વેપારીઓમાં જોવા મળી રહ્યો છે. વેપારીઓ ઈચ્છી રહ્યાં છે કે પાલિકા તંત્રએ લીધેલું કામ
દિવાળીના એક મહિના પહેલા પૂર્ણ કરી દે તો નાના બજારના વેપારીઓને રાહત મળી શકે. પરંતુ જે પ્રકારે પાલિકા તંત્ર પોતાની કામગીરી માટે કુપ્રખ્યાત છે,તેને જોતા લાગી
રહ્યું છે કે આ વખતે પણ નાના બજારના વેપારીઓની દિવાળી હોળી જેવી જ રહેશે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મોચી બજારના વેપારી દ્રારા આ બાબતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ નિર્દય પાલિકાના જવાબદાર જનપ્રતિનિધિએ છડેચોક તેની અરજી ફાડી નાંખી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મોચી બજારના વેપારી દ્રારા આ બાબતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ નિર્દય પાલિકાના જવાબદાર જનપ્રતિનિધિએ છડેચોક તેની અરજી ફાડી નાંખી હતી.
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com