દેશભરમાં દશેરાના દિવસે રાવણ દહનનું મહત્વ રહેલું છે. પરંતુ અમુક દાયકાઓથી સાંજના સમયે રાવણ દહન બાદ ફાફડા જલેબી આરોગવાનું સવિશેષ મહત્વ ગુજરાતમાં વધ્યું છે. આ દશેરાના દિને ગુજરાતમાં અંદાજે 70 કરોડ રૂપિયા સુધીનું વેચાણ ફાફડા-જલેબીનું થાય છે. દરેક નાના –મોટા શહેરોમાં લોકોની ફાફડા – જલેબની માંગને પહોંચી વળવા માટે નવરાત્રિના પહેલા નોરતાથી જ ફાફડા જલેબી બનાવાનું શરૂ થઈ જાય છે. પરંતુ આ વખતે નવરાત્રિ સમયે જ મેઘરાજાની પધરામણી થતાં ફાફડા જલેબીના સ્ટોલ ખોલવામાં ઘણો વિલંબ થયો છે.
નવરાત્રિના નવ દિવસ સુધી માતાજી આરાધના
કર્યા બાદ કુંવારિકાઓને જમાડીને વર્તનું સમાપન થાય છે. તે સાથે દશેરાના દિને રાવણ
દહન બાદ ફાફડા જલેબી આરોગવાનું પણ સવિશેષ બની ગયું છે. મનાઈ રહ્યું છેકે દશેરાના
દિને ફાફડા જલેબી આરોગવાનું કલ્ચર શહેર તરફથી આવ્યું છે. અને ધીમે ધીમે ફાફડા
જલેબી આરોગવાનું કલ્ચર ગ્રામીણ વિસ્તારો સુધી વર્તમાન સમયમાં જોવા મળે છે.
ચરોતર પંથકમાં દર વર્ષે ફાફડા જલેબની
સ્ટોલ પ્રથમ નોરતે ખુલી જતા હોય છે. અને તે દિવસથી ફાફડા જલેબી બનાવાનું શરૂ કરી
દેવામાં આવે છે. પરંતુ આ વખતે વરસાદને કારણે ફાફડા જલેબી બનાવાનું શક્ય ન હતું.
જેથી ફરસાણના વેપારીઓ વરસાદ વિરામ લે તેની રાહ જોઈને બેઠા હતા. પરંતુ શુક્વારે
વાદળોમાં ઉજાશ અને પૂરતો પ્રકાશ ફેલાતાં વેપારીઓએ થોડી હિંમત કરીને ફાફડા જલેબી
બનાવાનું શરૂ કરી દીધું છે. વર્તમાન સમયમાં ગત વર્ષની સરખામણીએ લોકો નડિયાદ અને
આણંદ શહેરોમાં સ્ટોલ ખુલ્લાં મૂક્યાં છે. પરંતુ તે સાથે તાડપત્રીનો સવિશેષ ઉપયોગ
મંડપમાં કરવામાં આવ્યો છે. જોકે વેપારીઓને ચિંતા છે કે જો મેઘરાજાની પધરામણી થશે
તો ધંધાને ભારે નુકસાન થશે. કારણે કે ગ્રાહકો હવાઈ ગયેલા ફાફડા પસંદ કરતા નથી. અને
નાની સરખો વાતાવરણમાં આવેલો પલટો ફાફડાને ભારે અસર પહોંચાડી શકે છે.
તો બીજી તરફ હવામાન વિભાગેના જણાવ્યા હજુ
પણ 14મી ઓક્ટોમ્બર સુધી છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તો બીજી તરફ પંડિતો જણાવી રહ્યાં
છે કે આ વખતે લોકોને બે દશેરાની ઉજવણી
કરવા મળશે. કારણ કે પંડિતોના મતે આ વખતે ઘણા વર્ષો પછી
પરંપરા તૂટી છે. આ વખતે નવ નોરતા પુરા છે,
પરંતુ આ વખતે દશેરા અને નવમુ નોરતુ ભેગુ થઈ જાય
છે. જેથી બે દશેરાની ઉજવણી થશે.
ચરોતરના વેપારીઓના મતે ફાફડા જલેબની
બનાવામાં પૂરતો સમય મળ્યો નથી . જે હવે શુક્વારથી સતત ફાફડા બનાવાનું શરૂ થઈ ગયું
છે જે શનિવાર મધ્યરાત્રિ ચાલશે. આ વખતે
રવિવારે દશેરા પર્વ આવે છે. એટલે નાનામાં નાની દુકાનથી લઈ તમામ ઠેકાણે રજા રહેશે.
જેને કારણે આ વખતે ફાફડાનું વેચાણ વધારે રહેશે તેમ લાગી રહ્યું છે. જલેબીના
કારીગરો શનિવારથી મેદાનમાં આવી જશે. અને સતત બન્ને વસ્તુ મોટા પ્રમાણમાં બનાવવામાં
આવશે. નવરાત્રિ માણવા જનારાઓ શનિવાર રાતથી જ ફાફડા-જલેબી ખાવાનું શરૂ કરી દેશે.
એટલે કે શનિવારની મધ્યરાત્રિ સુધી તે બનાવાનું ચાલુ રહેશે. આ બે દિવસ જો કોરા
રહ્યાં તો બન્ને વસ્તુઓ સરસ બનશે
ગત વર્ષની
સરખામણીએ આ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં
વધારો જોવા મળ્યો છે. આ વર્ષે ફાફડામાં કિલોએ વીસ ટકા અને જલેબીમાં પ્રતિ કિલો એ
દસ ટકાનો વધારો થયો છે. ગત વર્ષ ફાફડાનો ભાવ પ્રતિ કિલો 280 રૂ. થી 320 રૂપિયા
હતો. જે આ વખતે રૂ. 320થી રૂ. 360 પ્રતિ કિલો રહ્યો છે. અને જલેબી ગત વર્ષ
રૂ.360થી રૂ.400 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી હતી. તે આ વખતે રૂ. 380થી રૂ.440
પ્રતિ કિલોના ભાવે વેચાશે.
રવિવારે ગુજરાત સહિત
ચરોતર પંથકમાં માં વિજ્યા દશમીની ઉજવણીના ભાગેરૂપે શસ્ત્રપુજા,હવન થશે. આ
ઉપરાંત ચરોતરમાં સંતરામ મંદિર, વડતાલ સ્વામિનારાયણ મંદિર, ડાકોરનું રણછોડરાય મંદિર
જેવા પ્રખ્યાત મંદિરોમાં ગુજરાતભરમાંથી લોકો દર્શને આવે છે. જેથી ધાર્મિક સ્થળોએ
વિજયાદશમીના દિને સવારથી લોકોનો જમાવડો જોવા મળે છે. આ ઉપરાંત ખેડા જિલ્લાના નડિયાદ શહેર ખાતે આવેલા માઈ મંદિમાં
ક્ષત્રિય સમાજ દ્રારા શસ્ત્રોની પુજા કરવામાં આવે છે.
Article Written By