નડિયાદ શહેરમાં દશેરાના દિવસે રવિવારે
તારક મહેતાના ઉલ્ટા ચશ્માની અભિનેત્રી બબીતા આવશે. તેના સમાચાર વહેતા થવાની સાથે
નડિયાદવાસીઓ ઉમંગમાં આવી ગયા હતા.શેરી શેરીએ રહેતા બબીતાનો ચાહકો જેવા જેઠાલાલના
મન પ્રસન્ન બની ગયા હતાં. આજે શનિવારે 12મી ઓક્ટોમ્બરના રોજ છપાયેલ જાહેરખબરે અનેક
લોકોને અવઢવમાં મૂકી દીધા છે.
નડિયાદમાં કોલેજ રોડ ખાતે સંગાથ પાર્ટી
પ્લોટની સામે બંસરી ગૃપ દ્રારા નવરાત્રિ મહોત્સવનું આયોજન થયું છે. જેમાં 12મી અને
13મી ઓક્ટોમ્બરે ટીવી સિરીયલ અને ફિલ્મનો ખ્યાતનામ અભિનેત્રીઓને બોલાવામાં આવી છે.
જેને લઈને નડિયાદવાસીઓમાં ભારે ઉત્સાહ જણાઈ રહ્યો છે. જે માટે આયોજકોએ અગાઉથી
તારીખ જાહેરાત કરી દીધી હતી. પરંતુ અચાનક એક પેપરની જાહેર ખબરે અનેક લોકોને
અવઢવામાં મૂકી દીધા હતાં.
આયોજકા દ્રારા અગાઉથી જાહેર થયા મુજબ અભિનેત્રી બબીતા 13મી
ઓક્ટોમ્બરના રોજ દશેરાના દિવસે આવશે જ્યારે 12મી ઓક્ટોમ્બરના રોજ હિન્દી ફિલ્મમાં
કામ કરી ચૂકેલી વિદેશી અભિનેત્રી લોરેન
આવશે પરંતુ આજે 12મી ઓક્ટોમ્બરે સમાચાપત્રમાં છપાયેલ જાહેરાતે લોકોને અવઢવમાં મૂકી
દીધા છે.
આ પ્રકારે બબીતાની તારીખ કેમ બદલાય છે તે
બાબતે ચરોતરના અવાજ દ્રારા પ્રશ્ન પુછવામાં આવ્યો ત્યારે આયોજકો દ્રારા ખુલાસો
કરવામાં આવ્યો હતો કે અભિનેત્રી બબીતા અને ફિલ્મ અભિનેત્રી લોરેન અગાઉ નક્કી કરેલી
તારીખ મુજબ જ આવશે. જે પ્રમાણે 12મી ઓક્ટોમ્બરે અભિનેત્રી લોરેન અને દશેરાના દિને
13મી ઓક્ટોમ્બરે અભિનેત્રી બબીતા આવશે. પરંતુ સમાચારપત્ર આજે શનિવારે 12મી
સપ્ટેમ્બરે જે જાહેરાત પ્રકાશિત થઈ છે. તેમાં તારીખોની ફેરબદલી થઈ જવા પામી છે.
Article Written By