ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

ચરોતરની ધરાને સરદારની યાદો

ચરોતરના ખોળે સરદારની યાદ












સરદાર વલ્લભભાઈ પટેલની 138મી જન્મજયંતિને 182 મીટરની ઊંચાઈ ધરાવતી અને વિશ્વની સૌથી ઊંચી થનારી સરદારની પ્રતિમાએ ખાસ બનાવી છે. દેશભરમાં 31મી ઓક્ટોમ્બરે સરદાર બંધની નજીક સાધુ બેટ ખાતે પ્રતિમાનુ શિલાન્યાસ થશે. જેને લઈને ગુજરાત અને સન ઓફ ગુજરાત સરદાર વલ્લભભાઈ પટેલ તરફ દેશભરનું ધ્યાન કેન્દ્રિત બની જવા પામ્યુ છે.

અડગ મનના માનવી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી દર વર્ષે થાય છે. જેમાં આમથી લઈને ખાસ દરેક પોતપોતાની રીતે ઉજવણી કરે  છે. પરંતુ આ વર્ષે જાણે સરદાર પ્રતિમાએ લોકોને એક તાંતણે બાંધી દીધા હોય તેવું વાતાવરણ સર્જાઈ ગયું છે. સરદારની જન્મભૂમિ ચરોતર પંથકમાં સરદાર જયંતિના દિને ઠેર ઠેર વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થયું છે. આ ઉપરાંત આ વર્ષે સરદારની પ્રતિમાનું શિલાન્યાસ સરદાર બંધની નજીક સાધુ બેટ પર થવા જઈ રહ્યું છે. જે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની ઊંચાઈ ધરાવતી પ્રતિમા બનવા જઈ રહી છે. જેને લઈને પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવાઈ રહ્યો છે.   

ચરોતર પંથક અનેક દાયકાઓથી સરદારની સ્મૃતિને પોતાના ખોળે સાચવીને બેઠું છે. ચરોતર પંથકમાં ઠેર ઠેર સરદારની પ્રતિમાઓ આવી છે. જન્મજયંતિ અને પુણ્યતિથિએ સમય અનુસાર જાગૃત નેતા અને લોકસેવક તેમને યાદ પણ કરતા આવ્યાં છે. પરંતુ આ વખતે સરદારની જન્મજયંતિએ આમ હોય કે ખાસ દરેકને એક તાંતણે બાંધી દીધા હોય તેવા વાતાવરણનું નિર્માણ થયું છે.

ચરોતર માટે સરદાર છે ખાસ

આ ચરોતરના સરદારે તેમના  જીવનકાળમાંથી  ત્રેવીસ વર્ષ જેટલો સમય  ચરોતરમાં વીતાવ્યો હતો . જે દરમ્યાન  તેમણે બાળપણ, મેટ્રીક સુધીનો  અભ્યાસ, વકીલાતનો વ્યવસાય અને લગ્ન અને સંતાનપ્રાપ્તિનું સુખ અને  પત્નીથી વિખૂટા પડવાનું દુ:ખ જોયું છે. ચરોતર સાથે સરદારનાં જીવનની અનેક યાદો સંકળાયેલી છે. આ યાદ સ્વરૂપે વર્ષોથી સચવાયેલી ચીજ-વસ્તુઓનો ઉપયોગ બાળકોના જીવન ઘડતર માટે  કરવામાં આવે તો  અનેક સરદારનો જન્મ થઈ શકે તેમ છે. જે સરદારના જન્મની ખરી  જન્મજયંતિ  હશે  તેમ આ દિશામાં કામ કરી રહેલો અમુક વર્ગ માને છે.  

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31મી ઓક્ટોમ્બરના રોજ થયો હતો.. તેમનો ઉછેર ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલા કરમસદ ગામમાં   થયો હતો. કરમસદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલે  પ્રાથમિક તેમજ અંગ્રેજીમાં  ત્રીજા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો અને ચોથુ ધોરણ આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં પૂર્ણ કર્યું હતું.  

નડિયાદની સરકારી અંગ્રેજી શાળામાં રર વર્ષની વયે મેટ્રીકની પરીક્ષા પાસ કરી હતી. સરદાર વલ્લભભાઈના લગ્નના   કરમસદ પાસે આવેલા ગાના ગામે ૧૮ વર્ષેની વયે ઝવેરબા સાથે થયા હતાં. વર્ષ ઓગણીસોમાં વલ્લભભાઈ પટેલ નડિયાદની વકીલની પરીક્ષામાં ઉતીર્ણ થયા અને પંચમહાલના ગોધરામાં વકીલાતનો શુભારંભ કર્યો હતો. અને ત્યાંથી બે વર્ષ બાદ આણંદ જિલ્લાના બોરસદમાં વકીલાત કરી હતી. ચરોતરની ઘરતી પર સરદાર વલ્લભભાઈ પટેલને બે સંતાનો પ્રાપ્તિ થઈ તો ચરોતરની ઘરતી પર કડવા સમાચારનો સામનો પણ કરવો પડ્યો હતો.  જેમાં તેમની પત્ની ઝબરેબાનું ઓપરેશન દરમ્યાન બોમ્બેમાં થયેલા અવાસનની ખબર મળી હતી.  સરદાર તેમના જન્મવર્ષ 1875થી લઈને 1909 શરૂ ચરોતરમાં રહ્યા ત્યાર બાદ તેઓ  બેરિસ્ટરની  પરીક્ષા માટે ઈંગ્લેન્ડ ગયા અને બેરિસ્ટરની અંતિમ પરીક્ષામાં પ્રથમ વર્ગ ઉતીર્ણ થયા અને પોતાના વતને પાછા ફર્યા હતાં. ત્યાર બાદ તેમણે વર્ષ 1910થી અમદાવાદમાં બેરિસ્ટર તરીકે કારકીર્દિનો આરંભ કર્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલનાં જન્મથી લઈને વિદેશમાં અભ્યાસ કરવા ગયા ત્યાં સુધીની અનેક પ્રેરણા સ્વરૂપ યાદો ચરોતરમાં આવેલી છે.

સરદારનો વારસો બની શકે પ્રેરણાદાયી 

આ પ્રેરણાદાયી અમુલ્ય વારસોનો ઉપયોગ બાળકોના જીવન ઘડતરમાં થાય તે હેતુથી નડિયાદમાં રહેતા 77 વર્ષના ક્રાંતિકારી અમૃતભાઈ પટેલ વર્ષોથી કામ કરી રહ્યાં છે.  સરદારની યાદોને વાગોળતા જણાવે છેકે તે સમય  અલગ હતો. તેમણે સરદારને પોતાની આંખે રૂબરૂમાં 16 વર્ષની વયે જોયા હતા. તેમનો વ્યવહાર સામાન્ય, સરળ  અને સ્વભાવે  નીડર હતાં. ચોખ્ખું બોલનારા અને ધ્યાનથી સાંભળનારા લોકનાયક  જેવી છબી હતી. સરદારના જીવનથી બાળકોને પ્રેરણા મળે તે હેતુથી ક્રાંતિકારી અમૃતલાલ પટેલ અનેક સ્કુલોમાં નાના-મોટા કાર્યક્રમોનું આયોજન કરે છે. જેમાં તેઓ બાળકોને સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને તેમના અમુલ્ય વારસા સાથે  રૂબરૂ મુલાકાત ગોઠવે છે. અને સરદારના જીવન વિશેની માહિતી આપે છે. જેથી બાળકો સાચી દિશામાં પ્રેરણા લઈ શકે.

તેમના મતે  31મી ઓક્ટોમ્બરના રોજ દેશભરમાં દરેક  જગ્યાએ સરદાર પટેલની જન્મજયંતિના ભાગરૂપે તેમની પ્રતિમાને હાર ચઢાવીને તેમને યાદ કરવામાં આવે છે. પરંતુ આ લોકનાયક અને સરદારનાં જીવનચરિત્રથી બાળકો પ્રેરણા લઈ શકે  તે દિશામાં કામ કરવાની જરૂર છે. તે દિશામાં કામ કરવા માટે  ચરોતરમાં આવેલો સરદારનો વારસો અમુલ્ય યોગદાન આપી શકે તેમ છે.  જોકે સરદાર જેવા નેતા મળવા મુશ્કેલ છે. પરંતુ  તે અશક્ય નથી. તે દિશામાં જો બાળકોનાં ચરિત્રનું ઘડતર કરવામાં આવે તો અનેક સરદાર બની શકે. પરંતુ તે દિશામાં અનેક લોકોએ કામ કરવું પડશે.

નડિયાદના મોગલકોટ વિસ્તારમાં આવેલ સરકારી અંગ્રેજી શાળામાં રર વર્ષની વયે સરદાર વલ્લભભાઈ પટેલે  મેટ્રીકનો અભ્યાસ કર્યો હતો. તે  વર્ષ દરમ્યાન નડિયાદની સરકારી અંગ્રેજી સ્કુલનાં    રજીસ્ટરમાં સરદાર વલ્લભભાઈ પટેલનું  નામ લખવામાં આવ્યું હતું. તે રજીસ્ટર તેમજ  સરદાર જે  પાટલી અને પાથરણાં ઉપર બેસીને અભ્યાસ કર્યા હતા. તે દરેક સામગ્રી સ્કુલમાં સાચવી રાખવામાં આવી છે.

પહેલો ફોટો મારો સરદારનો હતો : મનહર ચોક્સી

વર્ષોથી પ્રેસ ફોટોગ્રાફર તરીકે કામ કરી રહેલા 83 વર્ષના મનહર ચોક્સીના મતે 1947માં સરદાર વલ્લભભાઈ પટેલ નડિયાદ ખાતે વિઠ્ઠલભાઈ પટેલની પ્રતિમાના ઉદ્ધાટન પ્રંસગે આવ્યાં હતા. તે દરમ્યાન મારા બોક્સ કેમેરાથી મારા જીવનનો પહેલો ફોટો લીધો હતો. તે ફોટો અને કેમરો આજે પણ સાચવીને રાખ્યાં છે. તે મારી માટે સરદાર સાથે સંકળાયેલો અમુલ્ય વારસો છે. અને જેમ વર્ષો જાય છે તેમ વધુને વધુ અમુલ્ય બની રહ્યો છે.

Article Written By
All right reserved by : ચરોતરનો અવાજ |