![]() |
તપાસ દરમ્યાન થશે અનેક ખુલાસા |
વાપી ઉધોગનગરીમાં છાશવારે અનેક ગુનાહીત પ્રવૃતિઓ ઉજાગર થતી રહી છે. તેમાં 30મી ઓક્ટોમ્બરે વધુ ગુનાહીત પ્રવૃતિ ઉજાગર થવા પામી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચદન જેવા કિંમતી લાકડાની વધારે માંગ રહેતી હોય છે. જેથી ચંદનના લાકડાની ચોરીને રોકડી લેવાના આ ગોરખધંધામાં અનેક ટોળકીઓ સક્રિય હોય છે. વાપી ખાતે ભડકમોરા વિસ્તારમાં મેટલ કરે નામની કંપનીના ખાલી પડેલા પ્લોટને અગિયાર મહિના ભાડા પેટે લઈને હિતેન દામા નામનો વ્યક્તિ છેલ્લા ત્રણ મહિનાથી ગુનાહિત પ્રવૃતિ કરતો હોવાનો શંકા અનેક લોકોને થવા પામી હતી. જેથી આ બાબતની જાણ ડી.આર.આઈ સુરતને મળી હતી. આ માહિતીને આધારે સુરતની ડી.આર.આઈ ટીમે આ ભાડે આપેલા પ્લોટમાં રેડ પાડી હતી.
જેમાં કિંમતી ચંદનનું લાકડું મળી આવ્યું હતું. 60 ટન જેટલો ચંદનના લાકડાંનો જ્થ્થો મળી આવ્યો છે. જેની અંદાજિત કિંમત 40 લાખ જેટલી થાય છે. ગોડાઉનમાં રેડ પડી હોવાની ખબર પડતાની સાથે જ માલિક પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરીને ભૂર્ગભમાં ઉતરી ગયો હતો. અધિકારીઓ દ્રારા આ કૌભાંડના મુખ્ય સુત્રધાર વિરુદ્ધ 135 કલમ હેઠળ ગુન્હો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કલમ અંતર્ગત આરોપીને સાત વર્ષની કેદની સજા થઈ શકે છે. મનાઈ રહ્યું છેકે આ ચંદન ચોરીના તાર આંતરરાષ્ટ્રીય સ્તર સુધી ફેલાયેલા હોઈ શકે. વિદેશી બજારોમાં ચંદન જેવા કિંમતી લાકડાંની ભારે માંગ હોય છે. અને તેની સારી કિંમત મળે છે. જેથી અનેક ટોળકીઓ ચંદન ચોરીમાં સક્રિય છે. તેમાં આ ચંદન ચોરીનો પકડાયેલો ગોરખધંધો અનેક ખુલાસા કરી શકે છે. જેમાં અનેક લોકોને સંડોવણી બહાર આવી શકે.
ઉલ્લેખનીય છેકે આ ગોડાઉનમાં અગાઉ કોપર ચોરીનું કૌભાંડ બહાર આવ્યું હતું. અને તે જ ગોડાઉનમાં ચંદન ચોરીનું ગોરખધંધો પ્રકાશમાં આવતાં વાપી શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. ( તેજસ દેસાઈ, રિપોર્ટર,વાપી)
Article Written By