ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

માં અંબાના ગરબે દરેક સરખાં

નવરાત્રિ મહોત્સવ દરમ્યાન અનેક આયોજકો ફિલ્મી હસ્તીઓને બોલાવતી હોય છે. જે ખેલૈયાઓ સાથે રૂબરૂ થાય છે અને તેમને માં ગરબાને ગરબે ઝૂમવા પ્રોત્સાહીત કરીને સ્ટેજ પર થોડા ઘણા ગરબાની એક્શન કરીને જતા રહેતા હોય છે. પરંતુ ઘણા ઓછા કિસ્સા બનતા હોય છે જે લોકોને ચોંકાવી દેનારા હોય છે. વાપી શહેર નજીક આવેલા ચલા ખાતે લોકલાડીલા જનપ્રતિનિધિને બે તાળીએ ઝૂમીને અન્ય ખેલૈયાઓનું મન મોહી લીધું હતું. 
પોતે ગરબે ઝૂમીને લોકોનો ઉત્સાહ વધાર્યો

વાપી શહેર નજીક આવેલા ચલા ખાતે પ્રથમ વખત ગુરૂકુલ મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા જન સેવા હોસ્પિટલના લાભાર્થે નવરાત્રિનું આયોજન થયું છે. નવરાત્રિની ઉજવણી દરમ્યાન જે રકમનો લાભ થશે તે મંદ બુદ્ધિના બાળકાની શાળા મનોવિકાસ માટે ઉપયોગમાં લેવાશે તેમ આયોજકો જણાવી રહ્યાં છે. ચલા ખાતે પ્રથમ વખત થયેલા આયોજનમાં અનેક ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી રહ્યાં છે. આ પ્રકારની ભક્તિમય વાતાવરણમાં સંઘ પ્રદેશના સાંસદ લાલુભાઈ પટેલ પણ માં અંબાને ગરબે રમતા પોતાને રોકી શક્યા ન હતાં.


અતિથિ વિશેષ તરીકે પધારેલા ગરબામાં પધારેલા સાંસદ લાલુભાઈ પટેલને આરતીનો લાભ આપ્યા બાદ ગરબા શરૂ થયા હતા. આ ઉપરાંત શિવ સેના દક્ષિણ ગુજરાતના મહિલા ઉપપ્રમુખ રીટાબેન દેસાઈ તેમજ વલસાડ જિલ્લા શિવ સેના યુવા પ્રમુખ રોહનભાઈ દેસાઈની ઉપસ્થિતિ પણ ખાસ બની જવા પામી હતી.

નોરતામાં ઉલ્લાસ અને આનંદ સાથે ભક્તિમય બનેલા ખેલૈયાઓને જોઈને સાંસદ લાલુભાઈ પટેલ ગરબાનો લાભ લેવાની સાથે રૂપિયા 61000 નું દાન આપવાની પણ જાહેરાત કરી દીધી હતી.સંઘ પ્રદેશના સાંસદને ગરબે રમતા જોઈને અનેક ખેલૈયાઓ ચોંકી ઉઠ્યાં હતા. અને તેમના લોકલાડીલા નેતાને બે તાળીએ ઝૂમતાં જોઈને પોતે પણ ઉત્સાહ અને ઉમંગમાં આવી ગયા હતા.

ખેલૈયાઓના મતે અમને આશા ન હતી આ પ્રકારે અમારા લોકલાડીલા નેતા અમારી સાથે તાલથી તાલ મિલાવીને ગરબે ઝૂમશે. અને તે પણ બે તાળીએ તેમને ગરબે રમતા જોઈને અમે પણ બે પળ માટે થોભી ગયા હતા. તેમને ગરબા ગાતા જોઈને ઘણો  આનંદ થયો. 
(તેજસ દેસાઈ, રિપોર્ટર, વાપી )


Article Written By
All right reserved by : ચરોતરનો અવાજ |