ગત શનિવારથી શરૂ થયેલ નવરાત્રિમાં વરસાદે ત્રણેક દિવસ બગાડ્યા બાદ બુધવારથી ગરબા જોશભેર રમાવા લાગ્યા છે. આજે શુક્વારે સાતમું નોરતું છે. અને શનિવારે આઠમું અને અંતિમ નોરતું છે. જેથી આ બન્ને દિવસ મનમૂકીને ગરબા ગાવા લોક થનગની ઉઠ્યાં છે.
વરસાદના વિધ્ન વચ્ચે પણ લોકો ગ્રાઉન્ડ પર
ઉમટતા રહ્યા હતા. હવે નવરાત્રિના છેલ્લા બે દિવસ છે. એટલે લોકો ગ્રાઉન્ડ ઉપર ઉમટી
પડશે. ઘણે ઠેકાણે રવિવારે પણ ગરબાનું આયોજન ચાલુ રાખવામાં આવ્યું છે. આ વખતે બે
દશેરા છે. એટલે રવિવારે પણ ગરબા થશે.
પંડિતોના મતે આ
વખતે ઘણા વર્ષો પછી પરંપરા તૂટી છે. આ વખતે સોળ શ્રાધ્ધ હતા અને તે સાથે નવ નોરતા
પુરા છે, પરંતુ આ વખતે દશેરા અને નવમુ નોરતુ ભેગુ થઈ જાય છે. જેથી બે દશેરાની
ઉજવણી થશે. ( તસ્વીર - રાજેશ ચાવડા )
Article Written By