
મળતી માહિતી
મુજબ, સમલૈંગિક સંબંધ માટે મજબૂર કરી રહેલા ધારાશાસ્ત્રી પ્રિતેશ દેસાઈ અને
ફરિયાદના ભાઈ બન્ને સાથે મળીને લેબર કોન્ટ્રાક્ટનું કામકાજ કરતા હતા. તે દરમ્યાન
ફરિયાદની મુલાકાતે આરોપી પ્રિતેશ દેસાઈ સાથે થતી રહેતી હતી. જેમાં આરોપીએ ફરિયાદી
દેવેન્દ્ર પ્રસાદ પાંડે સમક્ષ શારિરીક સંબંધની માંગણી કરી હતી. જે વાતે ફરિયાદીએ
પોતાના નામરજી હોવાનું જણાવ્યું હતું. તેમ છતાં આરોપી વકીલ શારિરીક સંબંધ માટે
ધાકધમકી તેમજ બિભત્સ એમ.એમ.એસનો સહારો લઈને ફરિયાદીને શારિરીક સંબંધ બાંધવા માટે
મજબૂર કરી રહ્યાં હતાં.
આ પ્રકારની અયોગ્ય
માંગણી તેમજ ધાકધમકી તેમજ બિભત્સ એમ.એસ.એસથી કંટાળીને ફરિયાદીએ વાપી ઉધોગનગર પોલીસ
મથકે પોતાની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ બાબતે ગુનો નોંધીને આગળની તપાસ હાથ
ધરી છે. (તેજસ દેસાઈ, રિપોર્ટર,વાપી)
Article Written By