![]() |
નાના બજારના વેપારીઓ તંત્રથી ત્રાહિમામ |
વર્ષ 2013ની દિવાળીએ વિધાનગર ખાતે આવેલા નાના બજારના વેપારીઓના દિ'વાળી દેવાની નેમ તંત્રએ લીધી હોય તેવી દશા તેમની થઈ ગઈ છે. િદિવાળીના મહિના અગાઉથી ગટર લાઈનના શરૂ થયેલા કામકાજને કારણે ઠેર ઠેર ખોદકામ થયું છે. જેની અસરથી પાણીની પાઈલ લાઈન, ટેલિફોન વાયર અને આજે 26મી ઓક્ટોમ્બરના રોજ ગેસની પાઈપલાઈન તૂંટી જતાં અસંખ્ય લોકો રાંધણ ગેસ વિહોણા થઈ ગયા હતાં. જોકે અનેક સમયથી વેપારીઓની ટેલિફોન સેવા ઠપ્પ છે. ઉપરાંત ખોદાયેલા રસ્તાને કારણે વાહનોની અવરજવરમાં પણ મુશ્કેલી પડી રહી છે.
વેપારીઓના મતે અમે તંત્રના કામકાજથી ઘણા નારાજ છીએ. તંત્રએ વગર વિચારે ખોટા સમયે નાના બજારમાં ખોદકામ કરીને વિકાસની ચાદર ઓઢીને અમારી પથારી ફેરવી દીધી છે. આ વખતની દિવાળી અમારી નિષ્ફળ નીવડી છે.
Article Written By