ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

સદ્દભાવના બાદ રિલાયેબલ બન્યાં મોદી

ભુગોળ અને ઇતિહાસ બદલનારી કોંગ્રેસ 




ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ખેડા જિલ્લાના બાલાસિનોર ખાતે મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના ઉદ્ધાટન માટે બપોરે સવા ત્રણ વાગ્યે હાજરી આપી હતી.  આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરી ખાસ હતી.બાર વર્ષમાં પહેલી વખત મોદીએ મુસ્લિમ સમુદાય દ્રારા આયોજીત કોઈ કાર્યક્રમમાં પહેલી વખત હાજરી આપી હતી.

આ મુસ્લિમ સમુદાય દ્રારા સંચાલિત મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ છે. અને જેનું ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હસ્તે ઉદ્ધાટન થયું છે. આ રિલાયેબલ હોસ્પિટલ ઉત્તર ગુજરાતમાં અત્યંત ગરીબ વિસ્તાર આધારિત  મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ નિર્માણ થયું છે. આ હોસ્પિટલ ગોધરા, અમદાવાદ શહેર તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 59 જોડાયેલો છે. ગળતેશ્વર તાલુકામાં બાલાસિનોરની નજીક આવેલા આ હોસ્પિટલને અત્યંત ગરીબને ધ્યાને રાખીને બનાવામાં આવી છે.  25 એકર જમીન પર નિર્માણ પામેલી આ હોસ્પિટલમાં પ્રારંભિક તબક્કે 500 બેડની સુવિધા છે.

ઉલ્લેખનીય છેકે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના  સર્વપ્રથમ વખત કોઈ મુસ્લિમ સમુદાયના કાર્યક્રમમાં હાજરી આપી  છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર થવા પામ્યું છે. ત્યારથી જ મુસ્લિમ સમુદાયને ધ્યાને રાખીને અનેક કાર્યક્રમોનું આયોજન થયું છે. તેવી પરિસ્થિતિમાં કોંગ્રેસનો ગઢ ગણાતાં ખેડા જિલ્લામાં લધુમિત સમુદાયના કાર્યક્રમમાં મોદીની હાજરી દરેકનું ધ્યાન ખેંચશે તેમ મનાઈ રહ્યું હતું. જે કારણોસર સવારથી જ ઉદ્ધાટન સ્થળે મીડીયાનો જમાવડો જોવા મળ્યો હતો. ઉપરાંત આ કાર્યક્રમમાં એન.આર.આઈ સહિત અનેક મુસ્લિમ નેતાઓ હાજરી આપી હતી. જેથી આ પ્રાઈવેટ કાર્યક્રમ રાજકીય રંગ પણ દેખાશે તેમ મનાઈ રહ્યું હતું. અને મોદીએ પોતાના ભાષણમાં અંત સમયે પણ કોંગ્રેસ સહિત વડાપ્રધાનને  આડે હાથે લેવાનું ચૂક્યાં ન હતાં. 

કાર્યક્રમ સ્થળની વિગતવાર માહિતી

ખાસ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મોદી આ કાર્યક્રમમાં સાડા ત્રણ વાગ્યાની આસાપાસ હાજર થયાં. વીસ હજાર લોકોની બેઠક વ્યવસ્થા આ કાર્યક્રમમાં હતી. એક્તાનો ભાવ પ્રગટ થાય તે પ્રકારના વિશેષ કાર્યક્રમોનું આયોજન થયું હતું. જે હોસ્પિટલનું ઉદ્ધાટન થયું છે તેની જગ્યા ભુતકાળમાં વિવાદાસ્પદ રહી છે. વર્ષ 2005માં આ જમીનનું ખાતમુર્હૂત ન થતાં માત્ર પ્રાર્થનાસભા થઈ હતી. તે વખતે નેતા શંકરસિંહ વાધેલા અને સુનીલ દત્ત ઉપસ્થિત હતાં. તે વખતે મોદી સરકારનો ભારે વિરોધ થયો હતો. અને વર્તમાન સમયમાં એ જ જગ્યા હોસ્પિટલનું ઉદ્ધાટન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હસ્તે થઈ રહ્યું છે.

મોદી શું બોલ્યા ?
108 સેવાની કામગીરીને લઈ પ્રશંસા કરી તેમજ જે વિસ્તારમાં સૌથી વધારે અકસ્માત થાય તે વિસ્તારમાં આ પ્રકારની ગરીબોને ધ્યાને રાખીને શરૂ થયેલી રીલાયેબલ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ લોકોને ઉપયોગી સાબતિ થશે તેવી આશા પ્રગટ કરી

આધુનિક સુવિધા મળે તે દિશામાં ગુજરાત સરકાર કામ કરી રહ્યું છે. તેમજ સમાજ સેવા કરી રહેલા સંસ્થાને ધ્યાને રાખીને તેમની સેવાકાર્યની પ્રશંસા કરી હતી.આ પ્રકારના સેવા કાર્યને ગુજરાતી સ્વભાવ સાથે સરખાવ્યો હતો.

ગુજરાતને બદનામ કરી રહેલા લોકો માટે તેમને જણાવ્યું હતું કે આ ગુજરાત જ હિન્દુસ્તાનેમાં સૌથી વધારે રક્તદાન કરનારું રાજ્ય છે. સૌથી વધારે ચક્ષુદાન અને દેહદાન કરનારાઓની સંખ્યા ગુજરાતમાં સૌથી વધારે છે. દાન કરવાનો સ્વભાવ ગુજરાતીઓનો છે. અને સેવાકીય પ્રવૃતિ માટે ગુજરાતે કોઈ અવસર છોડ્યો નથી.

મેડીકલ ઈન્શ્યોરન્સ બાબતે તેમણે જણાવ્યું હતું કે હિન્દુસ્તાનમાં હેલ્થ એન્સ્યોરન્સનું મહત્વ વધે તે જરૂરી છે. શુધ્ધ, હવા, પાણી , ખોરાક જો લોકોને આપવામાં આવે તો કોઈને હોસ્પિટલ જવાની જરૂર ન પડે અને તે દિશામાં કામ કરવા માટે ગુજરાતે અભિયાન ચલાવ્યું છે. અમદાવાદનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ પહેલા પ્રદૂષિત શહેર હતું. પરંતુ સીએનજી ઓટો આવ્યા બાદ આજે અમદાવાદમાં પ્રદૂષણ ઘટ્યું છે. દુનિયાની સૌથી મોટી પાઈપલાઈન ગુજરાતની છે. જે શુદ્ધ પાણી પહોંચાડે છે. જે ગુજરાતના નવ હજાર ગામડાંઓમાં નર્મદાનું શુદ્ધ પીવાનુ ં પાણી પહોંચી રહ્યું છે.સાત વર્ષથી ગુજરાતમાં પોલિયોનો કેસ રજીસ્ટર થઈ ગયો નથી. તે સાચી દિશામાં ચાલવાની સાબિતી છે.હેલ્થ સેક્ટરમાં સરકારે આગળ આવે તે જરૂરિયાતને સમજાવતા તેમણે મુખ્યમંત્રી અમૃતમ યોજનાના લાભ અને ફાયદા જણાવ્યાં હતાં.

પ્રધાનમંત્રીને વળતો જવાબ

પ્રધાનમંત્રીએ છત્તીસગઢમાં આપેલા નિવેદનનો વળતો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ મોંઘવારી મુદ્દે બોલવાની જગ્યાએ ઈતિહાસ અને ભુગોળની વાતો કરીને આવી ગયાં. તેમણે જણાવ્યું હતું કે ઉચ્ચે મંચ ઉચ્ચે મંચ કે ઉચ્ચી ઉચ્ચી બાતે કરનેશે સફલતા નહીં મિલતી. તે નિવેદને ટકોર કરતા મુખ્યમંત્રી મોદીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રીને વર્ષ 2012માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પરિણામને યાદ કરી લેવું જોઈએ. પ્રજાએ તેમની ઉંચી ઉંચી વાતોનો કેવો જાકોરો આપ્યો છે. પ્રજા ક્યારેય ઉંચી ઉંચી વાતોનો સ્વીકાર કરતી નથી. અને તેનું પરિણામ તેમને ગુજરાતમાં ભોગવી ચૂક્યાં છે.

ભુગોળ કોણે બદલી છે તે બાબતે સવાલ કરતા તેમણે કહ્યું હતું કે  પ્રધાનમંત્રીનો જન્મ જે ગામમાં થયો છે. તે ગામ  વર્તમાન સમયમાં  ભારતમાં નથી તે ભુગોળ કોણે બદલી છે. આ દેશના ટુંકડા કોણે કર્યા. આ પાપ કોણે કર્યું . તે બાબતે કોંગ્રેસેને જવાબદાર ઠેરવીને સીમા સુરક્ષાના મુદ્દે યુપીએ સરકારને આડે હાથે લેવાની કોશિષ કરી હતી.

દાંડી યાત્રા અને સ્વાતંત્ર્ય સંગ્રામ

દાંડી યાત્રા બાબતે તેમણે જણાવ્યું હતું કે ગાંધી જે માર્ગે ચાલ્યાં હતા તે જગ્યાએ ત્રીસ કિલોમીટર જેટલા માર્ગને બદલવાની રજૂઆત કરતો પત્ર ગુજરાત સરકારને મોકલવામાં આવ્યો હતો. તે બાબતે ભુગોળ બદલવાની કોશિષ કોણ કરી હતી તેનો જવાબ પ્રધાનમંત્રી આપે  ઉપરાંત દેશમાં થયેલા સ્વાતંત્ર્ય સંગામનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે હીન્દુ અને મુસ્લિમ ભેગા મળીને આ સંગ્રામ લડ્યાં હતા. અને વર્તમાન સમયમાં પણ પાઠ્યપુસ્તકોમાં વર્તમાન સમયમાં આ સંગ્રામને બગાવત તરીકે ઉલ્લેખ થાય છે. તે ઈતિહાસ કોણ બદલી રહ્યું છે તેનો જવાબ આપે.

અંતે લોકોને બાળકોની શિક્ષા અને વિકાસના કામો પ્રત્યે ખાસ ધ્યાન આપે તેવી અપીલ કરી હતી. 
Article Written By
All right reserved by : ચરોતરનો અવાજ |