વાપની પેપરમીલમાં સખત મહેનત કરીને પરસેવો
પાડી રહેલા મજૂરનો હાથ મશીનમાં આવી જતાં તેણે પોતાનો હાથ ગુમાવ્યો હતો. જે વર્તમાન
સમયમાં કામવિહોણો બની જતાં બીજાનો રોટલો અને ઓટલો શોધતો થઈ ગયો છે. કંપની તરફથી આ
ઘટના બાદ તેને કોઈપણ પ્રકારનું વળતર ન મળતાં તે વગર રૂપિયે ખોટા સિક્કા જેવો બની
ગયો છે.જોકે તેની આ રજૂઆત સાંભળનાર કોઈ નથી તે વાતે તેને વધારે દુખની લાગણી અનુભવી
રહ્યો છે.
આ ત્રેવીસ વર્ષીય યુવાન પિન્ટુ વર્માના
જણાવ્યા અનુસાર, વાપી સ્થિત પેપરમીલમાં સતત દોઢ વર્ષ સુધી કામ કર્યા બાદ તેના હાથ
મશીનમાં આવી જતાં કપાઈ ગયો હતો. આ દુર્ધટના 3-11-2013ના રોજ બની હતી. જેમાં તેના
ડાબા હાથની આંગળીઓ કપાઈ હતી. જે કારણોસર તેનો ડાબો હાથ નકામો બની ગયો હતો. જેની
પ્રારંભિક સારવાર ઉષા હોસ્પિટલ ખાતે થઈ હતી. આ સારવારનો સમગ્ર ખર્ચો કંપનીએ પોતાની
નૈતિક જવાબદારી સમજીને વગર બોલે ઉપાડી લેવો જોઈતો હતો. તેમ છતાં કામકાજ દરમ્યાન
કંપનીમાં આ દુર્ધટનાના ભોગ બનેલા યુવકે પોતાની સારવારનો તમામ ખર્ચો ઉઠાવાની ફરજ
પડી હતી. વર્તમાન સમય સુધી આ બાબતે કંપનીએ પોતાની કોઈપણ જવાબદારી નિભાવી નથી. જોકે
હવે યુવકની માંગ છેકે આ બાબતે કંપની સજાગ થાય અને યોગ્ય વળતર અને સારવારનો તમામ
ખર્ચ તેને આપે અને આ બાબતે કંપની દ્રારા ઉચ્ચકક્ષાના કર્મયારીઓ દ્રારા યોગ્ય તપાસ થાય તે
જરૂરી છે.
Article Written By
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
(તેજસ દેસાઈ, રિપોર્ટર,વાપી)
(તેજસ દેસાઈ, રિપોર્ટર,વાપી)