ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

ઠંડીમાં ફેરિયાઓને લાગ્યું મોંઘવારીનું ગ્રહણ


નવેમ્બર મહિનાની શરૂઆત થવાની સાથે ગુજરાત સહિત ચરોતર પંથકમાં ઠંડીનું જોર દિવસને દિવસે વધી રહ્યું છે. શિયાળો સ્વાસ્થ્યની દ્રષ્ટ્રિએ ઘણો ફાયદાકારક છે. જેને લઈને શિયાળામાં કસરત અને સુકા મેવા તરફ લોકોનું ધ્યાન કેન્દ્રિત થાય છે. બજારોમાં શિયાળાની શરૂઆત સાથે જ સુકા મેવાની હાટડીઓ લાગી જવા પામી છે.

અમદાવાદથી  ફેરિયાઓ ચરોતર પંથકમાં શિયાળા દરમ્યાન સુકા મેવાનું છૂટક વેચાણ કરવા આવે છે. દર વર્ષે આવતા ફેરિયાઓને આ વર્ષનું બજાર મંદ લાગી રહ્યું છે. અમદાવાદથી દર વર્ષે વેચાણ કરવા આવતાં હિતેનભાઈના મતે દર વર્ષે શિયાળામાં હું નડિયાદના સમડી ચકલા પાસે સુકા મેવો લઈને બેસું છે. અમારી પાસે ગ્રાહકો આવે છે કારણ કે દુકાનો કરતા અમારા ભાવમાં વીસથી ત્રીસ રૂપિયા ઓછા છે. સારી ગુણવતાવાળો માલ દુકાનથી વીસ થી ત્રીસ રૂપિયા ઓછો મળતો હોવાથી ગ્રાહકો દર વર્ષે ભરપૂર મળે છે. અમદાવાદથી સવારે જે માલ લઈને આવીએ છીએ તે સાંજમાં વેચાઈ જાય છે. જેથી પરત ખાલી હાથે જવાનુ મોટાભાગે થતું હોય છે.

પરંતુ આ વખતે ગ્રાહકો ભાવ પુછીને જાય છે. પરંતુ ખરીદારી કરી રહ્યાં નથી. જેથી મોટાભાગનો માલ પરત લઈને પાછા જવું પડે છે. આ વખતે હું 800 ગ્રામ કાજુ 350 રૂ., અંજીર 320 રૂપિયા, અખરોટ 200ના ભાવે વેચી રહ્યો છું. જે બજાર ભાવ કરતા ઘણો ઓછો છે તેમ છતાં ગ્રાહકો જોઈને ખુશ થઈ રહ્યાં છે. જોકે હિતેનભાઈના મતે આ શિયાળાની શરૂઆત હોઈ જેથી ગ્રાહકો પૂછપરછ કરે તેમ હોઈ શકે અને નવેમ્બર મહિનાના અંતિમ અઠવાડિયા સુધીમાં ગ્રાહકો ખરીદારી શરૂ કરે તેમ બની શકે.
Article Written By
All right reserved by : ચરોતરનો અવાજ |