આણંદ સ્થિત ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનની બેઠક મળી
હતી. જેમાં ફેડરેશનના ચેરમેન વિપુલ ચૌધરી સામે બહુમતીથી અવિશ્વાસની દરખાસ્ત પસાર
થવા પામી છે. ચેરમેન વિપુલ ચૌધરી અને રામસિંહભાઈ પરમાર બેઠક શરૂ થવાની સાથે
પત્રકારોને એજન્ડા મળ્યાં ન હોવાનું જણાવી બેઠક છોડીને જતા રહ્યાં હતાં. જોકે
તેમની ગેરહાજરીમાં તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી પસાર થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છેકે ગુજરાત હાઈકોર્ટે
જીસીએમએમએફના ચેરમને વિપુલ ચૌધરીને ચેરમને પદથી હટાવા સામે સ્ટે આપ્યો હતો. જેની
ઉપર હજુ ચુકાદો આવ્યો નથી. પરંતુ તે પહેલા ફેડરેશનની બેઠક યોજવા સંદર્ભે સ્ટે
હટાવી લીધો હતો. જેથી આજે પાંચમી ડિસેમ્બરના રોજ બપોરે બાર વાગ્યે અમૂલ ડેરીની
બાજુમાં આવેલ ફેડરેશનની બિલ્ડીંગમાં બેઠકનું આયોજન થયું હતું. જેમાં સત્તર ડેરી
સંધના તમામ સભ્યોએ હાજરી આપી હતી. પરંતુ બેઠક શરૂ થવાની સાથે જ ફેડરેશનના ચેરમને
વિપુલ ચૌધરી તેમજ અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર બહાર નીકળી ગયા હતા. ત્યાર બાદ
બેઠકનું અધ્યક્ષ પદ પંચમહાલ ડેરીના જેઠાભાઈ સંભાળ્યું હતું. જેમાં સભ્ય શંકરભાઈ
રાણાએ ચેરમને વિપુલ ચૌધરી સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી હતી. જે 15 સભ્યોની
બહુમતીથી અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી.
હવે આ બોર્ડ પસાર કરેલ અવિશ્વાસની
દરખાસ્તની તમામ વિગતો નામદાર ગુજરાત હાઈકોર્ટને મોકલી આપશે. જ્યાં આ અંગેનો કેસ
હજુ ચાલી રહ્યો છે.
(તસ્વીર : ઈકબાલ સૈયદ, રાજેશ ચાવડા )
Article Written By
(તસ્વીર : ઈકબાલ સૈયદ, રાજેશ ચાવડા )