ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

ખેડા જિલ્લા ભાજપની કારોબારી બેઠક

ખેડા જિલ્લા ભાજપની કારોબારી બેઠકમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં અમુક કારણોથી પક્ષ છોડીને ગયેલા આગેવાનો પરત પાર્ટીમાં જોડાયા છે. આ ઉપરાંત અનેક ઠરાવો પસાર થયા હતાં.

ખેડા જિલ્લામાં નડિયાદ શહેર ખાતે આજે શનિવારે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીની જિલ્લા કારોબારીની બેઠક યોજાઈ હતી. જે બપોરે બે વાગ્યની આસાપાસ શરૂ થઈને સાંજે સાડા પાંચ વાગ્યાની આસાપાસ સંપૂર્ણ થઈ હતી.ગત વિધાનસભાની ચૂંટણી વખતે પક્ષ છોડીને ગયેલા મહેમદાવાદના આગેવાનો આજે પરત પાર્ટીમાં જોડાયા છે.  ભારતીય જનતા પાર્ટીની ખેડા જિલ્લા કારોબારીની બેઠકમાં શોક પ્રસ્તાવ, રાજકિય પ્રસ્તાવ તેમજ પ્રભારી મંત્રી રમણભાઈ વોરા દ્રારા સરકારી યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ રાજ્ય સરકારને અભિનંદન આપતો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

ખેડા જિલ્લા ભાજપની કારોબારી બેઠક દરમ્યાન મહેમદાવાદના આગેવાનો જે વિધાનસભાની ચૂંટણી દરમ્યાન પક્ષ છોડીને જીપીપી સાથે જોડાઈ ગયા હતા. તે પરત આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. રાજકીય ઠરાવમાં ભાજપે વર્તમાન કેન્દ્ર સરકારના નેતૃત્વની આકરી ટીકાઓ કરી હતી. અને મોંઘવારી, ભષ્ટ્રાચાર, બાહ્ય તેમજ આંતરીક સુરક્ષા જેવા મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અભિનંદન ઠરાવમાં જેમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં થયેલો વિકાસને ધ્યાને રાખીને રજૂ થયો હતો. વર્ષ 2013માં યોજાયેલી ખેડા જિલ્લાની પ્રથમ કારોબારી બેઠકમાં સમગ્ર ખેડા જિલ્લામાંથી બસ્સોથી વધારે કાર્યકર્તાઓ ભાજપામાં જોડાયા છે. જીપીપીની ટીકીટથી વિધાનસભાની ચૂંટણી લડેલા દોલતસિંહ ફરી આજે ભાજપમાં જોડાયા છે. જે સમગ્ર ખેડા જિલ્લામાં ભાજપાના કાર્યકર્તાઓમાં નવો જૂસ્સો આવ્યો હોય તેમ જણાઈ રહ્યું છે.
રાકેશ પંચા
News Published By


Editor.Charotar@Gmail.com


All right reserved by : ચરોતરનો અવાજ |