ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

અમારા વિશે

 
તંત્રીશ્રી અમિત પરમાર

દિર્ઘકાળના અનુભવ બાદ પણ જાણે કે પ્રજાલક્ષી કામ કરવાની પ્રબળ ઈચ્છા હતી. જેથી ચરોતરનો અવાજ થકી પ્રજાલક્ષી કાર્યો કરવાની તક મળી છે. કોલેજકાળથી જ પત્રકારત્વ ક્ષેત્રે રસ હોવાના કારણે ગુજરાતના અગ્રણી અખબારોમાં પત્રકાર તરીકે જોડાયા બાદ ઈલેક્ટ્રોનિક મીડિયાનો પણ અનુભવ લઈને બાર વર્ષના અનુભવ સાથે એક પોતિકું અખબાર લાવવાના વિચારે ચરોતરનો  અવાજનો જન્મ થયો.વર્તમાન સમયમાં ચરોતર પંથકનું એકમાત્ર સાંધ્ય દૈનિક સમાચારપત્ર ચરોતરનો અવાજની શરૂઆત વર્ષ 2008માં સાપ્તાહિક સમાચારપત્ર તરીકે થઈ હતી. દર મંગળવારે પ્રસિદ્ધ થતું આ સાપ્તાહિકે ગૌરવપૂર્ણ રીતે ચાર વર્ષ પૂર્ણ કર્યા બાદ પાંચમાં વર્ષે 2012થી  સાંધ્ય દૈનિક સમાચારપત્ર  સ્વરૂપે પ્રજાની સમસ્યાઓને વાંચા આપવાનું સાહસ કર્યુ છે.ચરોતર પંથકમાં રાજ્યકક્ષાના તેમજ જિલ્લા કક્ષાના દૈનિક સમાચારપત્ર ઘણાં છે, પરંતુ સાંધ્ય દૈનિકની ખોટ વર્તાઈ રહી હતી. જે પ્રકારે સાંધ્ય દૈનિક સમાચારપત્રોને સૌરાષ્ટ્ર પંથકમાં સારો પ્રતિસાદ મળ્યો છે તે પ્રકારે ચરોતરની જનતા પણ પંથકના સાંધ્ય દૈનિક સમાચારપત્રને હાથો હાથ લઈ લેશે તે વાતે અમને દ્રઢ વિશ્વાસ હતો. કહેવાતા મોટા મોટા દૈનિક સમાચારપત્રોના સમાચાર રાજ્યલક્ષી વધારે પ્રમાણમાં હોય છે, જેથી સ્થાનીય વાંચકને તેના પંથકની સમસ્યાઓ તેમજ અન્ય માહિતીઓની જાણકારી વિપુલ પ્રમાણમાં દૈનિક મળતી નથી. તે અવકાશે અમોને સાપ્તાહિકમાં સફળતા પ્રાપ્ત થઈ હતી અને હવે દૈનિક સ્વરૂપે તે દિશાએ આગળ વધીને  પ્રજાની સ્થાનીય સમસ્યાઓ તેમજ અન્ય માહિતી સમાચાર સ્વરૂપે પહોંચાડવાનું સાહસ કર્યું છે.

   મેનેજીંગ તંત્રી, જગદીશ શાહ
સમાજને જાગૃત કરવા માટે પત્રકારિત શ્રેષ્ઠ રસ્તો અને એકમાત્ર વિકલ્પ છે. મારા મને વર્તમાન સમયમાં પત્રકારિતને આર્થિક દ્રષ્ટ્રિએ વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. લોકઉપયોગી અને પ્રજાલક્ષી સમાચારની ભરમાર હોવી જોઈએ તેમ છતાં તે બાબતે નરમ વલણ દેખાઈ રહ્યું છે. પ્રજાલક્ષી કામ કરનારા દૈનિકોની જાણે ખોટ છે” 

કોલેજકાળ દરમ્યાન નાની વયે પત્રકારિત સાથે મારો સંબંધ બંધાયો. શરૂઆતથી જ  લેખનનો શોખ હતો. આ ઉપરાંત  સામાજિક જવાબદારીના ભાગરૂપે સારી સંસ્થાઓ સાથે જોડાતો રહ્યો છું. ચરોતરનો અવાજ સાંધ્ય દૈનિક સમાચારપત્ર અને મારી વિચારધારા એક જેવી છે. જે કારણોસર  લોકઉપયોગી અને પ્રજાલક્ષી પ્રશ્નો અને સમસ્યાઓને  અવાજ આપી રહેલું ચરોતર પંથકનાં એકમાત્ર સમાચારપત્ર સાથે જોડાયો છું.મારો અંગત જીવનમાં હું ઘણો વ્યસ્ત રહું છું તે છતાં મારી ઈચ્છા આ સમાચારપત્ર સાથે મેનેજીંગ તંત્રી સાથે જોડાવાની રોકી ન શક્યો અને વર્તમાન સમયમાં ચરોતર પંથકનું એકમાત્ર સાંધ્ય દૈનિક સમાચારપત્ર ચરોતરનો અવાજ સફળતાના નવા શિખરો સર કરે તે નેમ સાથે કામ કરી રહ્યો છું.દિવસને દિવસે અમારી પ્રજાલક્ષી સેવાઓ વિસ્તાર વધશે તેવી મને આશા છે. અને તે દિશામાં ચરોતરનો અવાજ સતત કામ કરી કરવા કટીબદ્ધ છે. અને ઘણાં ઓછા સમયમાં આ સમાચારપત્રએ લોકો વચ્ચે પોતાની અલગ ઓળખ બનાવી છે.


વર્તમાન સમયમાં દૈનિક સાંધ્ય સમાચાપત્ર ચરોતરનો અવાજ દિન પ્રતિદિન સફળતના નવા શિખરો સર કરી રહ્યું  છે. તે સાથે સમાજને વધારે લોકઉપયોગી થઈ શકાય તે માટે હવે અમે ઓનલાઈન ન્યુઝ પોર્ટલની સેવા શરૂ કરી છે. અને તે પણ દેશ-વિદેશમાં વસેલા ચરોતરવાસીઓ હાથો હાથ લઈ લેશે અને બહોળો પ્રતિસાદ આપશે તેવી અમને અપેક્ષા છે.

આભારસહ,
શ્રી અમિત પરમાર, તંત્રીશ્રી.
શ્રી જગદીશભાઈ શાહ (જે.કે), મેનેજીંગ તંત્રીશ્રી.

All right reserved by : ચરોતરનો અવાજ |