ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

બાપુની ધ્યાનની કુટીયા

યૌન શોષણ મામલે ફસાયેલા આસારામ બાપુની જામીન અરજી જોધપુર કોર્ટે ફગાવી દીધી છે અને હવે 15મી ઓગષ્ટ સુધી જેલમં રહેવાનું છેપરંતુ જાણે તેમને જેલમાં રહેવું મંજૂર નથી તેથી તેઓ હવે હાઈકોર્ટના શરણે જશે. સાક્ષીઓને પ્રભાવિત કરી શકે તે દલીલે આસારામની જામીન નામંજૂર થવાનું પ્રબળ કારણ છે.


આ ઉપરાંત તેમનો ખાસ સાધક અને સેવક શિવા પોલીસ સકંજામાં છે અને તેના ખુલાસા આસારામને વધારે મુશ્કેલીમાં મુકી શકે છે. તેના ખુલાસા અનુસાર, આસારામને રોજ રાતે અનેક મહિલાઓ મળવા આવતી હતી. અને તેમને આસારામ બાપુના એકાંત વાસ સુધી પહોંચાડવાનું કામ તે કરતો હતો. આસારામ અને શિવા આ બાબતે ગુપ્ત શબ્દ આપ્યો હતો. જે  તેઓ ધ્યાનની કુટીયા કહેતા હતાં.આ શબ્દને આધારે શિવા મહિલાને બાપુની નક્કી કરાયેલ ઓરડી સુધી પહોંચાડી દેતો હતો

શિવાના ખુલાસા અનુસાર આસારામ બાપુની સીડી પણ હોઈ શકે અને અમદાવાદના આશ્રમથી મળી શકે જે બાપુના મહિલાઓ સાથેના અંગત સંબંધો બાબતે ખુલાસો કરી શકે છે. 

Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |