ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

ઘણા નેતાઓની જગ્યા ખાલી પડશે !!

સંસદમાં મોટાભાગની બાબતે પક્ષો સામે સામે આવી જાય છે પરંતુ અમુક જ મુદ્દે દરેક પક્ષ એક સુરે અવાજ ઉઠાવે છે તેવો જ એક સુર દાગી નેતાઓને મામલે ઉઠ્યો હતો. જેમાં સુપ્રિમ કોર્ટના આદેશનો વિરોધ એક સુરે થયો હતો .અને રિવ્યું પિટીશન દાખલ કરવામાં આવી હતી. જેની ઉપર આજે બુધવારે સુપ્રિમ કોર્ટે ઠંડુ પાણી ફેરવી દીધું છે.


અમુક દિવસો અગાઉ સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો હતો કે નેતાઓ જેલમાંથી ચૂંટણી લડી નહિ શકે તેમજ બે વર્ષથી વધુ સજા ભોગવેલા નેતાની સદસ્યતા રદ્દ થશે. જે બાબતે દરેક રાજકીય પાર્ટીઓ દ્રારા વિરોધ થયો હતો. અને જેથી ભારત સરકાર દ્રારા રિવ્યું પિટીશન દાખલ કરવામાં આવી હતી. જે આજે બુધવારના રોજ સુપ્રિમ કોર્ટ દ્રારા નામંજૂર થઈ છે. રાજકીય પાર્ટીઓ ઈચ્છી રહી હતી કે તેમા થોડા સુધારા વધારા કરવામાં આવે પરંતુ સુપ્રિમ કોર્ટે તેમનો આદેશ યથાવત રાખ્યો છે.


ઉલ્લેખનીય છેકે ચાલુ વર્ષે  પહેલી ઓગષ્ટેના રોજ  સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવાની તૈયારીમાં હતું  તે દિવસો દરમ્યાન  સંસદીય કાર્યમંત્રી કમલનાથે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બેઠકમાં તમામ રાજકીય પક્ષોએ દાગી નેતાઓને ચૂંટણી નહિ લડવાના સુપ્રિમ કોર્ટના આદેશનો એક સૂરમાં વિરોધ કર્યો હતો.

જે વખતે  સુપ્રિમ કોર્ટે આદેશ આપ્‍યો હતો કે, નેતાઓ જેલમાંથી ચૂંટણી લડી નહિ શકે. દાગી નેતાઓને ચૂંટણી લડતા અટકાવવા અંગે સુપ્રિમ કોર્ટની આવી ટિપ્‍પણીથી રાજકીય પક્ષો નારાજ થયા હતા.જેથી પહેલી ઓગષ્ટના રોજ સર્વપક્ષીય બેઠકમાં વિવિધ દળોએ રજુઆત કરી સરકારને આ મામલે સંશોધન ન કરવા અપીલ કરી હતી. જોકે હવે દાગીઓના ભવિષ્ય પર અંધકારમાં  ધકેલાઈ ગયા છે.

Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |