ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

રીમઝીમ અભી બાકી હૈ મેરે દોસ્ત

સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ છે. ત્યારે મનાઈ રહ્યું છેકે આવનાર પખવાડીયા દરમ્યાન માંડ બે ત્રણ ઝાપટા પડશે. અને 12મી સપ્ટેમ્બર પછીથી વરસાદ પાછો પડશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

વર્ષ 2012માં 15મી સપ્ટેમબરથી જ વરસાદે વિદાય લઈ લીધી હતી. દર વર્ષે કડાકા ભડાકા કર્યા બાદ વરસાદ ધીમે ધીમે વિદાય લેતો હતો. પરંતુ ગત વર્ષે તેણે આ નિયમ તોડ્યો હતો. અને એકજ ઝાટકે ચોમાસું પૂર્ણ થઈ ગયું હતું. આ વખતે પણ એવા જ અણસાર લાગી રહ્યાં છે.

28મી ઓગષ્ટથી સવારે ચાર વાગ્યાથી ઠંડા પવનો આવવાનું શરૂ થઈ  ગયું છે. જે ચોમાસું પૂર્ણ થવાના આરે છે તે સંકેતો આપી રહ્યું છે. પરંતુ હજુ વરસાદી સિસ્ટમ એકદમ કાર્યરત છે. થોડા સમયના વિરામ બાદ વરસાદ ફરી પડશે. મનાઈ રહ્યું છેકે સપ્તાહ બાદ એકાદ બે ઝાપટા પડી શકે છે. પરંતુ જરૂર વર્તમાન સમયે ઋતુ પરિવર્તનના સંકેતો મળી રહ્યાં છે. પરંતુ વરસાદી સિસ્ટમ યથાવત છે.

સ્વાસ્થ્ય પર કેવી અસર

મળતી માહિતી મુજબ, .અત્યારે જાણે ઋતુ પરિવર્તન થયુ હોય તેમ શરદી ખાંસીના દર્દીઓ એકમદ વધવા લાગ્યા છે. અને આ અઠવાડીયા દરમ્યાન એકદમ ઉછાળો આવશે અને ત્યાર બાદ ઋતુ પરિવર્તન થઈ જશે. આ વખતે ગરમી અને વરસાદ બરાબર પડ્યો હોય ઠંડી પણ કાતિલ રહેશે. તેવું અનુમાન થઈ રહ્યુ છે.

રાકેશ પંચાલ
News Published By   CNA TEAM,  For Further Enquiry Mail  To    Editor.Charotar@Gmail.com

All right reserved by : ચરોતરનો અવાજ |