વર્તમાન સમયમાં
પાકિસ્તાનને ગુજરાતમાંથી વીજળી મળે તેવી આશા સેવી રહ્યું છે. પાકિસ્તાન ચેમ્બર ઓફ
કોમર્સ જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યું હતું ત્યારે આ બાબતે ચર્ચા વિચારણાઓ થઈ
હતી. અને ત્યારે શક્ય બન્યું હતું કે જો કચ્છમાંથી 65 કિલોમીટર લાંબી લાઈન આપવામાં
આવે તો પાકિસ્તાન સુધી વીજળી પહોંચાડવાનું શક્ય બને. આ ગુજરાત સરકારે આ બાબતે
પાકિસ્તાનને કોઈ જવાબ આપ્યો નથી પરંતુ તેમણે આંગળી કેન્દ્ર સરકાર તરફ ચીંધી દીધી
છે.
મળતી માહિતી
મુજબ, ગુજરાત સરકાર જણાવી રહી છે કે આ બે પાડોશી દેશ વચ્ચેની વાત છે અને તે
કેન્દ્ર સરકારને નક્કી કરવાનું છે અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના નિર્ણયનું પાલન
કરશે. એક તરફ ગુજરાતને ગેસ મોંઘો પડી રહ્યો છે જેથી રાજ્ય સરકાર પાકિસ્તાનને વીજળી
ઉંચા ભાવે આપીને પોતાનો ઉત્પાદન ખર્ચે ઘટે તેવી ઈચ્છા સેવી રહી છે. પરંતુ તેમ છતાં
રાજ્ય સરકારે મામલે કેન્દ્ર સરકારને આ બાબતે નિર્ણય લેવાની જવાબદારી સોંપી દીધી
છે.
ઉલ્લેખનીય છેકે વર્ષ 2010માં કેન્દ્ર સરકાર પાકિસ્તાનને
500 મેગાવોટ વીજળી વેચવાનું વિચારી રહી હતી. જે માટે ટ્રાન્સમિશન લાઈન પણ નાખવાનો
વિચાર કરવામાં આવ્યો હતો.
