આઠમી સપ્ટેમ્બરે આરએસએસ અને ભાજપની સમન્વય સમિતિની બેઠક સંપન્ન થયા બાદ આરએસએસ દ્રારા મીડીયા સમક્ષ બેઠક અંગે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે કોઈ ચર્ચા કે નિર્ણય લેવામાં આવ્યો નથી. અને આ બાબતે વહેતા સમાચારને નકારી કાઢ્યાં હતા.
ભાજપ અને આરએસએસની સમન્વય બેઠક પૂર્ણ થઈ છે.
જોકે ભાજપ તરફથી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે કોણ રહેશે તે
બાબતે કોઈ ચર્ચા થઈ નથી તેમ આરએસએસ દ્રારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં
આવ્યું છે. આ સમન્વય બેઠકમાં કોઈ નિર્ણય લેવા અંગેની ન હતી .પરંતુ અનેક મુદ્દે
ચર્ચા કરવા હેતુ યોજવામાં આવી હતી. આ બેઠકમાં દેશની કથળેલી આર્થિક સ્થિતિ, કૃષિનીતિની
સમીક્ષા, બાહ્ય તેમજ આંતરિક દેશની સુરક્ષા, રામ મંદિર મુદ્દે ચર્ચા થઈ હતી.
જોકે હવે મનાઈ રહ્યું છે કે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને મોદી વિરોધી જૂથ આરએસએસને મનાવી લેવામાં સફળ રહ્યું છે. અથવા તો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ આરએસએસ અને ભાજપ દ્રારા નક્કી થઈ ગયુ છે તે સાથે સર્વસંમતિ થઈ જવા પામી છે. હવે માત્ર યોગ્ય સમયની રાહ જોવામાં આવી રહી છે.
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com

