ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

હૈ રામ...વૈકુંઠ ભારે પડ્યું

યૌન શોષણ મામલે ફસાયેલા આસારામ બાપુ પર આજે જોધુપર પોલીસે ગંભીર આરોપ લગાવ્યો છે. મળતી માહિતી મુજબ પોલીસ કાર્યવાહી દરમ્યાન આસારામ બાપુએ જોધપુર પોલીસને લાંચની ઓફર કરી હતી. જોધુપર કોર્ટે જામીન અરજીની સુનાવણીનો ફેંસલો આજે હતો જેમાં જામીન નામંજૂર કરવામાં આવ્યાં છે.

સવારથી જ દરેકની નજર આસારામની જામીન અરજી બાબતે હતી.  જે પ્રકારે દિવસ દરમ્યાન ઉતાર ચઢાવ  અને નવી વાતો ઉજાગર થઈ હતી તેના આધારે લાગી રહ્યું હતું કે આસારામના જામીન નામંજૂર થશે અને જોધપુર કોર્ટે જામીન નામંજૂર કરતાની સાથે આસારામ પીડિતોમાં ખુશીની લહેર ઉઠવા પામી હતી. 

દિવસ દરમ્યાન શું થયું હતું. 

સગીરા સાથે યૌન શોષણ મામલે ફસાયેલા આસારામ બાપુના વકીલે જણાવ્યું હતું કે પાડિત યુવતીની ઉંમર 18 વર્ષથી વધુ છે. આસારામ બાપુની જામીન અરજી બાબતે બપોર બાદ ચુકાદો આવે તેવી શક્યતા જણાતી હતી.

જ્યારે  જામીન અરજી નામંજૂર થવાની શક્યતાઓ વધી ગઈ હતી. ત્યારે વકીલ તબિયત ખરાબ થવાની શક્યતાઓ પર વધારે ભાર આપ્યો હતો. જેમા પોલીસ જણાવ્યું હતું કે  આસારામના મેડીકલ રિપોર્ટ એકદમ બરાબર આવે છે. જેમાં કોઈ બિમારીની શક્યતાઓ જણાતી નથી. આસારામના સેવક શિવાએ અનેક ખુલાસા કર્યા હતા જેમાં આસારામ મહિલાઓને એકાંતમાં બોલાવતા હતા. શિવાએ જ પીડિત યુવતીને જોધપુર આશ્રમમાં મોકલી હતી. સેવક શિવાએ આપેલું આ નિવેદન આસારામને આરોપી સાબિત કરવા માટે પોલીસ તરફથી પુરતું હતું

સાધક શિ્લ્પી આ કેસ એક મહત્વની કડી હજુ ફરાર છે. જેથી આસારામની જામીન આ કેસની પ્રભાવિત કરી શકે છે જેના આધારે પોલીસે આસારામના જામીન નામંજૂર કરવાની દરખાસ્ત કરી હતી. આ ઉપરાંત પોલીસ અધિકારીને ધમકીભર્યો  પત્ર મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે આસારામ વિરુદ્ધ  કેસ ફાઈલ થવાના પ્રારંભિક તબક્કે  પરિવારને ધમકી તેમજ પૈસાની ઓફર થઈ હતી. ડીસીપી લાંબાને ધર્મકીભર્યો પત્ર અને તપાસ અધિકારી ચંચલ મિશ્રાને લાંચની ઓફર મળી હતી.

Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |