ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

વાપીમાં દેખાયું ગણેશજીનું અનોખું રૂપ

માનો તો કણ કણમાં ઈશ્વર છે બસ ફર્ક માત્ર શ્રદ્ધાનો છે. તેવો જ એક કિસ્સો વાપી શહેર ખાતે  બનવા પામ્યો છે. ગણેશજીની પ્રસાદી માટે લાવવામાં આવેલા બટેટામાં પણ ભક્તજનોને ગણેશના દર્શન થયાં

શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં પાતળી ભેદરેખા છે. પરંતુ સમય અને સંજોગ શ્રદ્ધામાં ઘણી અગત્યતા ધરાવે છે. જ્યારે સમય ગણેશ ઉત્સવનો  હોય અને પ્રસાદીમાંથી શ્રીગણેશની પધરામણી તમારા ઘરે થાય તો કોઈ પણ શ્રદ્ધાવાન ભક્ત તેને નકારી ન શકે . તેવો જ સંયોગ વાપીમાં બન્યો છે.



છેલ્લા બે દિવસથી વાપી પંથકમાં બટેટામાં ગણેશજી દેખાયા હોવાના સમાચારે લોકોમાં ભારે  કુતુહલ અને આકર્ષણ જમાવ્યું છે. વાપી મર્ચન્ટ ક્રેડીટ સોસાયટીના ચેરમેન જસવંતભાઈ પટેલે તેમની ઓફિસ નજીક ગણેશ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. જેની માટે પ્રસાદ દરમ્યાન બટેટા લાવવામાં આવ્યા હતાં.  જેમાંથી એક બટેટાનો આકાર શ્રીગણેશ જેવો જ હતો. જેથી મંડળના ભાવિક ભક્તો દ્રારા તેનું સ્થાપન કરીને પુજા અર્ચના શરૂ કરી દેવામાં આવી હતી. આ સમાચાર વાપી શહેરમાં ફેલાઈ જતાં લોકો દર્શને આવી રહ્યાં છે. 
Tejas Desai, Reporter, Vapi
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |