
ઉત્તરાંખડમાં કેદારનાથ ખાતે ઘટેલી કુદરતી દુર્ધટનામાં અનેક લોકોના અનેક પ્રવાસીઓના મોત અને હજુ પણ અનેક લોકો લાપતા સરકરી ચોપડે બોલી રહ્યાં છે. તેવા સમયે સાતમી સપ્ટેમ્બરે ચોંકાવનારા સમાચાર મળી રહ્યાં છે.
મળતી માહતી મુજબ, કેદારનાથ મંદિરની આસાપાસ આવેલા ટેકરીઓ ઉપર પાંચ દિવસ પહેલા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જે ટેકરીઓ ઉપરથી અત્યાર સુધીમાં 166 મૃતદેહો મળી આવ્યાં છે. જે બચાવકાર્ય દરમ્યાન તંત્રની કામગીરી પર અનેક સવાલો પેદા કરી રહ્યાં છે.
મનાઈ રહ્યું છેકે જ્યારે કેદારનાથ પર કુદરતી તબાહી આવી હતી ત્યારે આ મૃતકો પોતાનો જીવ બચાવા માટે કેદારનાથ મંદિરની આસપાસની ટેકરીઓ તરફ શરણ લીધુ હશે. જે દરમ્યાન અસહ્ય ઠંડી તેમજ સરકારી મદદ સમયસર ન પહોંચવાના કારણે તેમના મોત નિપજ્યાં હશે. આ ઉપરાંત સૌથી મોટો સવાલ તે બાબતે પેદા થાય છે કે જ્યારે ફસાયેલા લોકોની મદદ માટે હેલિકોપ્ટર ટેકરીઓ ઉપર ફરી રહ્યાં હતાં ત્યારે તે લોકોની નજર આ ફસાયેલા લોકો ઉપર કેમ ન પડી ? આ સવાલે તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યાં છે. જોકે આ મૃતદેહો મળ્યાં બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
