અમદાવાદ લૂંટારૂ ટોળકી સક્રિય બની હોય તેવા એંધાણ મળી રહ્યાં છે. દસમી સપ્ટેમ્બરે અમદાવાદ શહેરમાં ત્રણ લૂંટના બનાવ બન્યાં હતા. અને આજે ફરી બાઈક સવાર લૂંટારૂઓ દ્રારા ધોળે દિવસે ચાર લાખની લૂંટ થવા પામી છે.
બાઈક સવારોની ટોળકી સક્રિય બની ગઈ છે. જેનો પુરાવો આજે આનંદનગર વિસ્તારમાં મળી આવ્યો છે. આનંદનગરથી જોધપુર ગામ જવા રસ્તે આવેલી શ્રદ્ધા સ્કુલ પાસે બે બાઈક સવારો દ્રારા લૂંટ ચલાવામાં આવી છે. જેમાં ચાર લાખની લૂંટ કરીને બાઈક સવારો ફરાર થઈ ગયા છે. આ લૂંટની પેર્ટન ગત રોજ થયેલી લૂંટ જેવી જ છે.
દસમી સપ્ટેમ્બરે ધોળે દિવસે થયેલી લૂંટ વિશે વાંચો..
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
