તંત્રએ જાણે વિકાસ મંત્રના બગણા ફૂંકીને
પ્રજાને છેતરી હોય તેનો એહસાસ ઉમરેઠ અને સાવલીના નાગરિકોને થઈ રહ્યો છે. તેનું
ઉદાહરણ બન્યો છે ઉમેરઠ વાયા સુરેલી, સાવલી રોડ .
છેલ્લા અનેક મહિનાઓથી આ રોડ ખાતે મસ્તમોટા ગાબડા
પડેલા છે. પ્રજા દ્રારા અનેક વખત ફરિયાદો ઉઠવા પામી છે. તેમ છતાં તંત્ર જાણે ગાઢ
નિંદ્રામાંથી જાગવા તૈયાર નથી. મળતી માહિતી મુજબ, ઉમરેઠ અને સાવલી બન્ને
તરફથી આ માર્ગે અવર જવર થાય છે. પરંતુ છેલ્લા બે મહિનાથી આ રોડ પર મસ્તમોટું ગાબડુ
પડ્યું છે. જેથી અવર જવર કરવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. રાત્રિ દરમ્યાન આ રોડ
પરથી કોઈ અજાણ્યો માણસ પસાર થાય તો તેનું
મોત નિશ્ચિત છે.
અત્યારસુધી તંત્ર વરસાદનું કારણ બતાવી
બહાનેબાજી કરી રહ્યું હતું. પરંતુ હવે વરસાદે વિરાંમ લીધો છે અને હવે દિવાળીનો સમય
આવી રહ્યો છે. ઉમેરઠથી વાય સુરેલી,સાવલીનો માર્ગ ઠીક થાય તેમ વેપારીવર્ગ ઈચ્છી
રહ્યો છે. જોકે કોલેજોમાં સાવલી તરફ ભણવા
જતાં વિધાર્થીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. તેમ છતાં તંત્રએ પ્રજાની મુશ્કેલીઓ
સમજીને કામગીરી કરી રહ્યું નથી જેનો રોષ લોકોમાં વ્પાયી જવા પામ્યો છે.
સ્થાનીય લોકોના મતે તંત્ર આ રોડને ઠીક
જલ્દી કરે તે ઈચ્છનીય છે કે કારણ કે આ રોડના કારણે અનેક લોકોના જીવ પર જોખમ તોળાઈ
રહ્યું છે. અને જો આ રોડની બિસ્માર હાલત
યથાવત રહી તો કોઈ મોટી દુર્ધટના થઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ બાબતની જાણકારી
સ્થાનીય નેતાઓને હોવા છતાં આ બાબતે કોઈ કામગીરી થઈ નથી તે તંત્રના મનસ્વી
કામગીરીને છતી કરી છે. અને તંત્ર સત્વરે જાગે તે જરૂરી બની ગયું છે.
Ritesh Patel, Reporter, Umreth
Ritesh Patel, Reporter, Umreth

