ખેડા જિલ્લાના સંસદસભ્ય અને કેન્દ્રીય મંત્રી દિનશા પટેલને વિશ્વ પ્રતિભા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વિશ્વ ગુજરાતી સમાજ દ્રારા આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. પંથકવાસીઓના લોકલાડીલા નેતા દિનશા પટેલને વિશ્વ પ્રતિભા એવોર્ડ મળતાં પંથકવાસીઓ દ્રારા અભિનંદન પાઠવવા ભારે સંખ્યામાં લોકો પહોંચ્યા હતાં.
સાતમી સપ્ટેમ્બર, શનિવારના રોજ ઉત્તરસંડાના પાર્ટી પ્લોટમાં વિશ્વ ગુજરાતી સમાજ દ્રારા સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં કેન્દ્રીય મંત્રી અને ખેડા જિલ્લાના સંસદસભ્ય દિનશા પટેલને વિશ્વ પ્રતિભા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે એનસીપીના નેતા પ્રફુલ પટેલ, માજી રાજ્ય આરોગ્ય મંત્રી નારાયણ વ્યાસ, માજી કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, ભગવત ચરણ સ્વામી ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ કૃષ્ણકાંત વખારીયા હાજર રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છેકે ગત વર્ષે 2012માં ઓગષ્ટ મહિનામાં રાજકોટના બાલભવન ખાતે ગુજરાતના રાજયપાલ ડો. કમલા બેનીવાલનાં હસ્તે 11મો સરદાર વલ્લભભાઇ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ મહાત્મા ગાંધીના પૌત્ર અને સમાજ સેવક-લેખક ડો. રાજમોહન ગાંધીને એનાયત કરવામાં આવ્યો હતો.
Photo by Bhavesh Sharma, Reporter, Nadiad
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
Photo by Bhavesh Sharma, Reporter, Nadiad
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com

