ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

અનેક દિનો બાદ કેદારનાથની પૂજા

વંર્ષ 2013માં ઉત્તરાખંડની પ્રાકૃતિક આપદાને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા તે સાથે સુપ્રસિદ્ધ યાત્રાધામ કેદારનાથને ભારે અસર પહોંચી હતી. જેથી પૂજા-અર્ચના પણ બંધ થઈ જવા પામી હતી. દસમી સપ્ટેમ્બરે કેદારનાથ મંદિરમાંશુદ્ધિકરણની પૂજા બાદ  વિધિ-વિધાન જળાભિષેક કરવામાં આવ્યાં હતા. અને ત્યાર બાદ કેદારનાથ ભગવાનના કપાટ ખોલી નાંખવામાં આવ્યા હતાં

મળતી માહિતી મુજબ, કેદારનાથ જવાનો રસ્તો હજુ પણ ઠીક થયો નથી. જે લોકો દસમી સપ્ટેમ્બરે પૂજામાં હાજર હતાં તેમને ત્યાં પૂજા માટે લઈ જવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છેકે 86 દિવસો બાદ દસમી સપ્ટેમ્બરે યાત્રાધામ કેદારનાથમાં પૂજા અર્ચના થવા પામી છે. હજુ સુધી ભક્તોને મંદિરમાં જવાની અનુમિત આપવામાં આવી નથી.
Rakesh Panchal, Published By CNA Team, Editor.Charotar@gmail.com
All right reserved by : ચરોતરનો અવાજ |