આણંદ શહેરના
લાંભવેલ રોડ ઉપર સાંઈબાબા મંદિર નજીક રાધાકૃષ્ણ સોસાયટી ખાતે રહેતા ભોલાભાઈ
રબારીને ત્યાં ગુરૂવાર સાંજે કૌતૂક ફેલાવે તેવી ઘટના બનવા પામી છે. પશુપાલન ક્ષેત્ર સાથે સંકળાયેલ રબારી
પરિવારને ત્યાં એક વાછરડાના જન્મે લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ વાછરડાને
કપાળની વચ્ચે ત્રીજી આંખ છે. જેથી આ ત્રણ આંખ વાળી જન્મેલા વાછરડાને જોવા લોકો દૂર
દૂરથી ઉમટી પડ્યાં હતાં. નવરાત્રિ સમય વખતે આ પ્રકારે વાછરડાનો જન્મ થતાં તેને
ધાર્મિક રીતે પણ જોવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છેકે
વર્ષ 2012ના એપ્રિલ મહિનામાં સુરત સારવણી ગામે એક ગાયે બે વાછરડાને જન્મ આપ્યો
હતો. જેમાંથી એક વાછરડાને ત્રણ આંખ અને ચાર નાક હતાં. જે વખતે વાછરડાનો જન્મ
ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો.
આ પ્રકારે ત્રણ
આંખ હોય તેવા કિસ્સા માત્ર પશુઓ સાથે થયાં છે બને છે તેમ નથી, પરંતુ વર્ષ 2010માં એક શિશુને પણ
ત્રણ આંખ સાથે જન્મયો હતો. સુરેન્દ્ર્નગરના બાડા ગામમાં ત્રણ નેત્રવાળા બાળકનો
જન્મ થયો છે તે સમાચાર વહેતા થવાની સાથે જ લોકો વિચારમાં મૂકાઈ ગયા હતા. જોકે
સર્જનની મદદથી ઓપરેશન થયા બાદ ત્રીજુ નેત્ર સફળ રીતે દૂર કરવામાં આવ્યું હતું. તે
વખતે મનાઈ રહ્યું હતું કે જન્મજાત ખોડને કારણે બે વિકસિત આંખોની ભ્રમર વચ્ચે
અવિકસિત ‘ત્રીજું નેત્ર’ હોય તેવો દેશનો પ્રથમ કિસ્સો હોવાનો તબીબો દાવો કરી રહ્યા હતાં
આણંદ શહેરના
લાંભવેલ રોડ ખાતે રબારી પરિવારને ત્યાં
ત્રણ આંખોવાળા વાછરડાની કપાળવાળી આંખે પાણી જમે છે. જેથી માલિક ચિંતામાં
છે. પશુચિકિત્સકોના
મતે વાછરડાને પશુચિકિત્સકને બતાવીને સત્વરે યોગ્ય સારવારની જરૂરિયાત છે. આ
પ્રકારના કિસ્સાઓમાં વાછરડા તદુંરસ્ત હોય છે. પરંતુ યોગ્ય સારવાર કરવામાં આવે તો
સત્વરે ખામીઓ દૂર કરી શકાય છે. અને વાછરડાનો આબાદ બચાવ કરી શકાય છે.
( તસવીર : ઈકબાલ સૈયદ, આણંદ )
( તસવીર : ઈકબાલ સૈયદ, આણંદ )

