ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

અહો આશ્ચર્ય ! આ શું ?

ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલ નવાગામમાં બકરીએ લોકોને ચોંકાવી દીધા છે. આજે શનિવારે સવારે દસ વાગ્યે એક બકરીએ જે બચ્ચાંને જન્મ આપ્યો તે ખરેખર બકરી જ છે તે સમજવું પણ બકરી માલિક માટે મુશ્કેલ બની ગયું હતું. 

આ બકરીના બચ્ચાંને જોવા માટે  નવાગામના ગ્રામજનોની સાથે આસપાસના ગ્રામજનો પણ ઉમટી પડ્યાં હતાં.શનિવારે સવારે નવાગામમાં રહેતા મહીડા અનવરભાઈના ઘરે તેમની દસ મહિના ખરીદેલી બકરીએ પોતાના બચ્ચાંને જન્મ આપ્યો અને જોકે અનવરભાઈને આશા પણ ન હતી આ બકરીના બચ્ચાંનો જન્મ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની જશે. પરંતુ જ્યારે બકરીએ તેના બચ્ચાંને જન્મ આપ્યો તો પરિવારજનો વિચારમાં પડી ગયા.



જે બકરીના બચ્ચાંનો જન્મ થયો છે તે બકરી દેખાવે અન્ય બકરીના બચ્ચાં જેવી જ છે. પરંતુ માત્ર ફર્ક આંખ અને મ્હોં પાસે છે. સામાન્ય રીતે બકરીનું  મ્હોં  લાબું હોય છે. જ્યારે આ બકરીનું મ્હોં વાનર જેવું છે. તેવો ભાસ એટલા માટે થાય છે કારણ કે તેનું મ્હોં  અગ્ર ભાગથી વિકસિત થયું નથી. અને તે જ તેને અલગ તારવે છે. આ બકરીને બે આંખોની જગ્યાએ ત્રણ આંખો છે. એક આંખમાં બીજી આંખ દેખાય છે. જેથી મળીને કુલ ત્રણ આંખ થાય છે.બકરીને જન્મ માત્ર ગણતરીના કલાકો જ થયા છે. પરંતુ તેની ખબર દૂર દૂર સુધી પહોંચી જવા પામી છે. જોકે આ બકરીને કોઈ પશુચિકિત્સક પાસે બકરીના માલિક લઈ ગયા નથી. પરંતુ તેઓ માને છેકે આ બકરીના બચ્ચાંને સંભાળવાની જવાબદારી વધી જવા પામી છે જેના વિશે તેમને કલ્પના પણ કરી  ન હતી.

રાકેશ પંચાલ 
News Published By


Editor.Charotar@Gmail.com


All right reserved by : ચરોતરનો અવાજ |