નડિયાદના ટ્રકચાલકનું બેંગ્લોર નજીક
લૂંટારૂ ટોળકીએ હુમલો કર્યો હતો. ત્રણ દિવસ અગાઉ અન્ય રાજ્યમાં ઘટેલી આ ઘટનામાં
ટ્રક ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેનો મૃતદહે રવિવારની સાંજે નડિયાદ ખાતે
લાવવામાં આવ્યો હતો. જેથી પરિવારજનો સહિત વિસ્તારનું વાતાવરણ ગમગીન બની જવા
પામ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદમાં
ગંજબજારમાં આવેલ ટ્રાન્સપોર્ટ કપંનીમાં ટ્રક ચાલક તરીકે કામ કરી રહેલા ઉસ્માનગની
પોતાના ક્લીનર સાથે ચાર દિવસ અગાઉ કર્ણાટકના બેંગ્લોર શહેર તરફ સાગના લાકડા ભરેલી
ટ્રક લઈને નીકળ્યાં હતાં. પરંતુ રસ્તામાં બેંગ્લોરથી 250 કિલોમીટર દૂર આવેલા
સિમેગાવાડા પાસે લૂંટારૂઓ તેમની ટ્રક ઉપર
ચોરીના ઈરાદે હુમલો કર્યો હતો. ગાડી લઈને આવેલા લૂંટારૂઓ તેમની ટ્રકને આંતરીને
રોકી દીધી હતી. અને ક્લીનરને ગાડી બહાર ધકેલી દીધા હતા જ્યારે ટ્રક ચાલકની હત્યા
કરી દીધી હતી. ત્યાર બાદ આ લૂંટારૂઓ લાકડા ભરેલી ટ્રક લઈને ફરાર થઈ ગયા હતા. જોકે
ક્લીનરએ નજીકના પોલીસ મથકે જાણ કરતાં પોલીસ સત્વરે ટ્રકની તપાસ કરવા નીકળી હતી.
પોલીસને લાકડા ભરેલો ટ્રક ઘટનાસ્થળથી થોડી દૂર ટ્રક બિનવારસી હાલતમાં મળી આવ્યો
હતો. જેમાં ટ્રક ચાલકનો મૃતદહે મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ ટ્રાન્સપોર્ટના
માલિક અને મૃતકના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં.
કર્ણાટક પોલીસે જરૂરી કાર્યવાહી કર્યા બાદ
ટ્રક ચાલકનો મૃતદેહ પરિવારજનોને સોંપી દીધો હતો. જે નડિયાદ ખાતે રવિવારની સાંજે
પાંચ વાગ્યાની આસાપાસ આવ્યો હતો. જેથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
રાકેશ પંચાલ
News Published By

Editor.Charotar@Gmail.com