
ભાજપના વરિષ્ઠ
નેતા યશવંત સિંહા આજે શનિવારે 24મી ઓગષ્ટના રોજ સવારથી જ અમદાવાદની
મુલાકાતે છે. અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતર્યા બાદ તેઓ ગાંધીનગર તરફ રવાના થયા હતાં.
જ્યાં તેમની ગુપ્ત બેઠક મુખ્યમંત્રી નરેન્દ્ર્ મોદી સાથે થવાની છે. મોટાભાગના
ભાજપના નેતાઓને આ મુલાકાત અંગે કોઈ જાણકારી ન હતી. જોકે તેમની ગુપ્ત બેઠક ગુજરાતના
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમના ગાંધીનગર ખાતેના નિવાસ્થાને થશે. જેમાં અન્ય
પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણી
તેમજ મથુરા રેલી બાબતે ચર્ચાઓ થઈ શકે તેવી માહિતી મળી છે.
જોકે ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિંહાને મોદી વિરોધી તરીકે જોવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાંક સમયથી મોદી તરફી તેમનું વલણ બદલાયું છે જેની અસર સીધી તેમના નિવેદનો પણ જણાઈ આવે છે. મીડિયા સાથે નાનકડી વાતચીતમાં તેમણે કહ્યું હતું કે હવે જો પ્રધાનમંત્રી બનશે તો મોદી જ બનશે.
રાકેશ પંચાલ
News Published By

Editor.Charotar@Gmail.com