સુરતના કતારગામ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બનવા પામી છે. એક પિતાએ પોતાના ત્રણ સંતાનો સાથે સામુહિક આપઘાત કર્યો છે. આ ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ જવા પામી હતી. જોકે આર્થિક તેમજ અંગત કારણોસર પિતાએ પોતાના ત્રણ સંતાનો સાથે સામુહિક આપઘાત કર્યો હોવાની વિગતો મળી રહી છે.
હિરા કામ સાથે સંકળાયેલ મગનભાઈની પત્નિએ થોડા દિવસો પહેલા જ આત્મહત્યા કરી લીધી હતી. આને આજે ત્રીસમી ઓગષ્ટના રોજ મળતી માહિતી મુજબ મગનભાઈએ પોતાના ત્રણ સંતાનો સાથે જેમાં બે દિકરા અને એક દિકરીનો સમાવેશ છે. તે પરિવારના ચારેય લોકોએ એક સાથે સામુહિક આપઘાત કર્યો છે. હવે આ પરિવારનો એક પણ સભ્ય જીવિત નથી. મનાઈ રહ્યું છેકે પરિવારની આર્થિક સંકટ તેમજ પત્નિ વિરહમાં આ સામુહિક આપઘાત થવા પામ્યો છે. મૃતક પાસેથી મળેલી ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું છેકે આ પહેલા પણ તેમણે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. અને આર્થિક નબળાઈ સામુહિક આપઘાતનું મુખ્ય કારણ હોઈ શકે તેમ મનાઈ રહ્યું છે.
રાકેશ પંચાલ
News Published By CNA TEAM, For Further Enquiry Mail To Editor.Charotar@Gmail.com