આજે શુક્રવારે
વહેલી સવારે બે વાગ્યે ભારત ફ્રેન્ચ ગુયાનાના કૌરુ લોન્ચિંગ મથકેથી યુરોપિયન સ્પેસ
એજન્સીના એરિયાન-૫ રોકેટ દ્વારા ભારતની સુરક્ષા માટે અત્યંત મહત્વના સેટેલાઈટ
જીસેટ-૭નુ સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું.
૨,૬૫૦ કિલોગ્રામ વજન ધરાવતો જીસેટ-૭ ભારતનો પહેલો લશ્કરી ઉપગ્રહ છે.
તેનો ઉપયોગ નૌકાદળના સંદેશાવ્યવહાર માટે થશે. જીસેટ-૭ની મદદથી ભારતીય નૌકાદળના
જહાજો અને સબમરિનો ખાનગી રાહે વાર્તાલાપ કરી શકશે. સાથે સાથે દુશ્મન દેશોના
જહાજોનો હાજરી પણ પકડી પાડશે.
૧૮૫ કરોડ રૃપિયામાં તૈયાર થયેલો આ ઉપગ્રહ ઈસરોએ ઘરઆંગણે જ તૈયાર કર્યો છે. આમ તો ભારતના જીએસએલવી રોકેટ દ્વારા આવા ઉપગ્રહો લોન્ચ થઈ શકે એમ છે. પરંતુ જીએસએલવીમાં ખામી સર્જાતા ઈસરો કોઈ જોખમ લેવા માંગતું નહોતું. એટલે જ યુરોપિયન સ્પેસ એજન્સીને માત્ર લોન્ચિંગ કરવાના રૃપિયા ૪૭૦ કરોડ ચુકવીને ભારત જીસેટ-૭ને ભ્રમણકક્ષામાં ગોઠવ્યો. આમ ભારતને આ ઉપગ્રહ રૃપિયા ૬૫૫ કરોડમાં પડ્યો.. જીસેટ-૭ ભારતનો પ્રથમ લશ્કરી ઉપગ્રહ છે, પરંતુ ક્રમ પ્રમાણે ૭૧મો ઉપગ્રહ છે. ૧૯૭૫માં ભારતે પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ લોન્ચ કર્યા પછી ૭૦ ઉપગ્રહો ભ્રમણકક્ષામાં પહોંચી ચુક્યા છે અને આ ૭૧મો ઉપગ્રહ છે.
રાકેશ પંચાલ
News Published By CNA TEAM, For Further Enquiry Mail To Editor.Charotar@Gmail.com