સ્ટોરી લાઈન અને પાત્ર
નિવૃત શિક્ષક દ્વારકા આનંદ (અમિતાભ
બચ્ચન) એક આદર્શવાદી વ્યક્તિ છે, જેઓ દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવવા
માંગે છે. તેઓ પોતાના સિધ્ધાંતો પર અડગ છે.
માનવ રાઘવેન્દ્ર (અજય દેવગન) બિઝનેસમેન છે. જે પોતાનો વેપાર વધારવા માટે કાંઇ પણ કરી શકે છે. જ્યારે રાજકારણી બલરામ સિંહ(મનોજ વાજપેયી) સત્તા મેળવવા માંગે છે.
રાજવંશી સિંહ(અર્જુન રામપાલ) જે એક સમયે દ્વારકા આનંદને વિદ્યાર્થી હતો, તે હવે રાજનીતિ કરે છે.
યાસ્મીન ( કરિના કપૂર ) ન્યૂઝ રિપોર્ટર છે.

ભષ્ટ્રાચાર સામે જંગ
એક દુર્ઘટનામાં દ્વારકા આનંદનાં પુત્ર
અખિલેશનું મોત થાય છે. જે બાદ મંત્રી બલરામ અખિલેશની પત્ની અમૃતા રાવને વળતર
આપવાની જાહેરાત કરે છે. પણ 3 મહિના જેટલા સમય વિત્યા બાદ પણ અખિલેશની પત્નીને વળતર
નથી મળતુ. જેથી અમૃતા રાવ કલેક્ટર કચેરી જાય છે. અને શરૂ થાય છે ભ્રષ્ટાચાર વિરુધ્ધનો જંગ.
ભૂમિકા વિશે.
બીગ બી અમિતાભ બચ્ચને દમદાર ભૂમિકા
ભજવી છે. દર્શકોને અમિતાભનો રોલ જરૂર પસંદ આવશે. જ્યારે અજય દેવગન અને મનોજ વાજપેયીએ
પોતાનાં ડાયલોગ્સ અને અભિનય દ્વારા સાબિત કર્યુ કે તેઓ ફિલ્મને અલગ ઉંચાઇ આપી શકે
છે. જ્યારે કરીના કપૂર અને અર્જુન રામપાલે પોતાનો રોલ શ્રેષ્ઠ રીતે નિભાવ્યો છે.
અંતે જતાં જતાં
ફિલ્મમાં સરકારી કચેરીઓમાં ચાલતો
ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર પર્દાફાશ કરવામાં આવ્યો છે. સાથે જ ભ્રષ્ટ રાજનેતાઓની પોલ
ખોલવામાં આવી છે.
રાકેશ પંચાલ
News Published By CNA TEAM,
For Further Enquiry Mail To Editor.Charotar@Gmail.com