કોઈ પણ
ઈન્ડસ્ટ્રીમાં કચરો નીકળે તે સામાન્ય બાબત છે પરંતુ આ કચરાનો યોગ્ય નિકાલ કરવો તે જરૂરી છે. તેવી જ રીતે મેડિકલ ક્ષેત્રમાં લેબોરેટરી, હોસ્પિટલ જેવી જગ્યાઓથી કચરો નીકળે છે. તેને બાયો મેડિકલ વેસ્ટ કહેવાય છે. જેના નિકાલ માટે યોગ્ય રીત નક્કી કરવામાં આવી છે.
નાના-મોટા દવાખાનાઓમાં દર્દીના સારવાર દમ્યાન વપરાતી વસ્તુઓ જેમકે રૂ તેમજ અન્ય
ચીજ-વસ્તુઓ વાપરવામાં આવે છે અને જ્યારે તે કચરાને બાયો મેડીકલ વેસ્ટ કહેવામાં આવે
છે. અને તેને ટ્રીટમેન્ટ આપીને કચરાનો નિકાલ કરવામાં આવે છે.આ જૈવિક કચરા જ્યાંથી
પેદા થાય અને તેનો નિકાલ ન થાય ત્યાં સુધી
તે સતત લોકસંપર્કમાં રહેતો હોય છે. અને આ પ્રકારનો જૈવિક કચરો જો ખુલ્લી
જગ્યાએ નાંખવામાં આવે તો પણ અસર કરતો હોય છે.
વર્ષ 1998માં સરકારે કાયદો બનાવ્યો છે. જે પ્રમાણે બાયો મેડિકલ વેસ્ટનો યોગ્ય
નિકાલ ફરજિયાત છે. બાયો મેડિકલ વેસ્ટનું મેનેજમેન્ટ દરેક જગ્યાએ એકસરખું હોય છે.
જૈવિક કચરાને જુદી જુદી દસ કેટેગરીમાં વહેચી દેવામાં આવે છે. કેટેગરી પ્રમાણે બાયો
મેડીકલ વેસ્ટને રાખવામાં આવ્યાં છે. સોલિડ વેસ્ટને બાયો મેડિકલ વેસ્ટ તરીકે ગણવામાં આવે છે. અંદાજે દોઢ
કિલો કચરો હોય તેમાંથી માત્ર પચ્ચીસ ટકા જેટલો જ કચરો બાયો મેડિકલ વેસ્ટ છે.
અમુક કચરાને
સીધો જ નિકાલ કરવામાં આવે છે. દરેક કચરાને બાયો મેડિકલ વેસ્ટની બેગમાં નાખવામાં
આવે છે અને દરેક બેગ અલગ અલગ પ્રકારની હોય છે. જેમાં ચાર પ્રકારના કલરનો ઉપયોગ થાય
છે. રંગ ચાર રાખવામાં આવ્યા છે જ્યારે કચરની કેટેગરી દસ પ્રકારની છે. જેમ કે બેગનો
રંગ પીળા હોય તો તેમાં બાળી શકાય તેવી વસ્તુઓ રાખવામાં આવે છે. લાલ રંગનો ઉપયોગ
ધારદાર વસ્તુઓ રાખવા માટે થતો હોય છે. તેવી રીતે ભુરા રંગનો ઉપયોગ લેબોરેટરીમાં
વપરાયેલી માઈક્રો વસ્તુઓ રાખવામાં આવતી હોય છે. જ્યારે કાળા રંગનો ઉપયોગ
વણવપરાયેલી દવાઓ રાખવામાં આવતી હોય છે.
સુરત જેવા
શહેરોમાં બે હજાર જેટલી હોસ્પિટલો અને
દવાખાનાંમાંથી રોજ સેંકડો કિલો બાયો મેડિકલ વેસ્ટ નીકળે છે. તેનો વૈજ્ઞાનિક ઢબે
નિકાલ કરવો ફરજિયાત છે. આ માટે પાલિકાની એક વિશેષ વ્યવસ્થા પણ રાખવી જરૂરી છે.
નહીં તો જોખમી કચરામાંથી પ્લાસ્ટિકની
ચીજવસ્તુ અલગ કાઢીને ભંગારમાં વેચવાનો ખૂબ મોટો વેપાર થઇ શકે છે. આ હકીકતોને લીધે
શહેરના આવા પ્લાસ્ટિકના બાયો મેડિકલ વેસ્ટમાં નિકાલ કરાઇ રહેલાં સલાઇનની બોટલો અને
પ્લાસ્ટિકની ઇંજેકક્ષન સિરિંજનો રી-યુઝ થાય તેની સંભાવાનાઓ રહેલી છે.
જે લોકો
હોસ્પિટલ, લેબોરેટરી, ટ્રીટમેન્ટ સેવા તેમજ દર્દી દ્રારા ઘરની અંદર સારવાર લેવામાં આવી રહી
હોય તો પણ બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ યોગ્ય રીતે કરવો જરૂરી છે .જો યોગ્ય બાયો
મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવામાં ન આવે તો ભારત સરકારના વર્ષ 1998માં બનાવેલા કાયદા મુજબ બાયો મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન કરનાર
ગુનેહગારને એક લાખ રૂપિયાનો દંડ અથવા પાંચ વર્ષની કેદ અથવા તો બન્ને થઈ શકે છે.
ઉપરાંત રોજના પાંચ હજાર રૂપિયા દંડ કરવાની પણ જોગવાઈ છે.
રાકેશ પંચાલ
News Published By

Editor.Charotar@Gmail.com