આજે શનિવારે 23મી ઓગષ્ટના રોજ સાંજે પાંચ વાગ્યાની આસપાસ ચરોતર પંથકમાં ત્રિપલ અકસ્માત સર્જાતા લોકો નો રોષ ભભુકી ઉઠ્યો હતો. જેના પગલે ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોએ એક પછી એક મળીને કુલ બે વીટકોસ બસોની તોડફોડ કરી હતી.
હજુ થોડા દિવસો પહેલા અંધેજ પાટીયના અકસ્માતમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે વધુ એક અકસ્માત ચરોતર પંથકમાં થવા પામ્યો છે. જેમાં અનેક લોકોના જીવ પડકી બંધાઈ ગયા હતા. વડતાલ વિધાનગર રોડ ખાતે બાકરોલ પાસે આજે 23મી ઓગષ્ટ, શુક્રવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ ત્રિપલ અકસ્માત
થવા પામ્યો હતો. આ અકસ્માત એટલો ભયનાક હતો કે ત્યાં ઉપસ્થિતિ લોકોએ આ અકસ્માત બાદ
એક પછી એક બે વીટકોસ ગાડીઓમાં તોડફોડ શરૂ
કરી દીધી હતી.
આજે સાંજે પાંચ વાગ્યાની આસપાસ આણંદથી
વડતાલ તરફ જઈ રહેલી વીટકોસ બસનો અકસ્માત કાર અને રીક્ષા વચ્ચે થયો હતો. જેમાં
કારમાં બેઠેલ દંપતને ભારે ઈજાઓ પહોંચી
હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે. જોકે જે વીટકોસ બસનો અકસ્માત થયો હોય તે
વીટકોસની તોડફોડ કર્યા બાદ ઉશ્કેરાયેલા ટોળાએ અન્ય એક વીટકોસમાં તોડફોડ શરૂ કરી
દીધી હતી. ઉલ્લેખનીય છેકે અમુક દિવસો પહેલા જ અંધેજ
પાટીયા પાસે પિયાગો રીક્ષાનો અકસ્માત થતાં 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.જેમાં તંત્ર ઉપર અનેક સવાલો ઉઠ્યાં છે
ઈકબાલ સૈયદ, રિપોર્ટર
News Published By

Editor.Charotar@Gmail.com