ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

દિવાળી બગાડી શકે નબળો રૂપિયો

અમેરિકી ડોલર સામે રૂપિયો રેકોર્ડ સર્જી સૌથી નીચલા સ્‍તરે ગગડી રહ્યો છે.  રૂપિયો ગગડે ત્યારે તેની ચર્ચા આર્થિક સ્તરે વધારે પ્રમાણમાં થાય છે. પરંતુ તેની ગંભીર અસર આમ આદમીને પણ થાય છે. જો પરિસ્થિતિમાં કોઈ સુધાર આવશે નહીં તો આમ આદમીની દિવાળી બગડી શકે તેમ છે.


 જે રીતે ડોલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે જેને લઈને  જીવન જરૂરીયાત ની ચીજોના ભાવ વધવા સાથે વિદેશી શિક્ષણ અને યાત્રા મોંઘી થશે.       ભારત ક્રુડ તેલ, ખાતર, દવાઓ અને આયરન ઓર સહિતની ચીજો ની આયાત કરે છે. આમ આદમી ને તેની સાથે સીધો કોઇ સંબંધ નથી પરંતુ તેનાથી રોજબરોજની ચીજો મોંઘી થશે રૂપિયો નબળો પડતાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધશે. તેના કારણે ટ્રાન્‍સપોર્ટેશન મોંઘુ થશે. સાબુ, ડિટરજન્‍ટ, ડિયોડરન્‍ટ અને શેમ્‍પુ વગેરે માં કાચા તેલ નો ઉપયોગ થાય છે. આ ચીજો મોંઘી થશે ભારત માં દાળ ની મોટા પાયે આયાત થાય છે તેના ભાવ પણ વધી શકે છે.

      રૂપિયો ગગડતા ઓટો ઉદ્યોગ પર તેની ગંભીર અસર થશે. આયાતી પાર્ટસ થી પડતર ઉભી થાય છે. વિદેશી સહાયક કંપનીઓને વધુ રોયલ્‍ટી ચૂકવવી પડશે. ઓટો કંપનીઓ પાસે ભાવ વધાર્યા સિવાય કોઇ વિકલ્‍પ નહીં રહે. વિદેશમાં અભ્‍યાસ કરતાં વિદ્યાર્થીઓ રૂપિયામાં લોન લ્‍યે છે. પરંતુ તેમનો ખર્ચ વિદેશી નાણામાં થાય છે.  વિદેશમાં રહેવુ તથા અભ્‍યાસ મોંઘો થશે. ઘટતો રૂપિયો નોકરી અને પગાર માટે પણ ઘાતક બની શકે છે. જે ઇન્‍ડસ્‍ટ્રી આયાત પર નિર્ભર છે. તેના પર પ્રોડકશન અને કાર્યની પડતર પર બોજો વધશે નોકરી-પગાર વધારામાં તે અડચણરૂપ બનશે.

ઇલેકટ્રીક ચીજો, કોમ્‍પ્‍યુટર, ટીવી, મોબાઇલ ફોન, એસી, ફ્રિઝ વગેરેમાં આયાતી પાર્ટસનો ઉપયોગ થાય છે. આ ચીજોના ભાવ પણ વધી શકે. સરકારે આયાત ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. વિદેશથી એલઇડી અને ફ્લેટ સ્ક્રીન ટીવી લાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.  જેથી 26 ઑગસ્ટથી ફ્લેટ સ્ક્રીન ટીવી અને એલઇડી ઇમ્પોર્ટ નહીં કરી શકાય. ઉલ્લેખનીય છેકે અગાઉ સરકારે પહેલા જ સોના અને ચાંદીની આયાત ઘટાડવાનાં ઇરાદે ડ્યૂટી અને એક્સાઇસમાં વધારો કર્યો છે. સરકાર હવે એલઇટી ટીવીની આયાત પર પ્રતિબંધ મુકીને વર્તમાન નાણાકીય ખાદ્ય ઘટાડવાનો પ્રયત્ન કરી રહી છે.ચાલુ વર્ષે  19 ઓગષ્ટના રોજ રૂપિયામાં છેલ્લા 10 વર્ષમાં એક દિવસીય સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.

આયાત નિકાસમાં ડોલર અને રૂપિયો કેવી રીતે અસર કરે છે તે સમજી લો..

રૂપિયો નબળો પડે એટલે જે જે લોકો ચીજો આયાત કરતા હોય તેમણે વધુ રૂપિયા ખિસ્સામાંથી ચુકવવા પડે. માનો કે એક ટીવીની કિંમત ૩૦૦ ડોલર છે. હવે રૂપિયો જો મજબૂત હોય અને એક ડોલર બરાબર ૫૦ રૂપિયા કિંમત હોય તો ટીવી આયાત કરવા માગતા વેપારીએ ૧૫,૦૦૦ રૂપિયા ચુકવવા પડશે. પરંતુ જો રૂપિયો નબળો હશે અને એક ડોલર બરાબર તેની કિંમત ૬૦ રૂપિયા થઈ જાય તો તે વેપારીએ સીધા ૧૮,૦૦૦ રૂપિયા ચુકવવા પડે. આમ, સીધો ત્રણ હજાર રૂપિયાનો ફેર પડી ગયો!

સ્વાભાવિક છે કે એ વેપારી પોતે તો ખોટ ન જ કરે. એટલે માનો કે રૂપિયાની ડોલર સામે કિંમત ૫૦ રૂપિયા હોય તો વેપારી ૧૭,૦૦૦ રૂપિયામાં ટીવી વેચતો હોય તો એ જ વેપારી જ્યારે રૂપિયાની ડોલર સામે કિંમત ૬૦ થશે ત્યારે તે જ ટીવી તે ૨૦,૦૦૦ રૂપિયામાં વેચશે. એટલે કે ચીજ મોંઘી થઈ.

ડોલર મજબૂત થાય અને રૂપિયો નબળો પડે એટલે આયાતકારોની મુશ્કેલી વધે પરંતુ જે લોકો નિકાસ કરે છે, કાપડ, વસ્ત્રો, હસ્તકળાની ચીજો, ખાણીપીણીની ચીજો કે અન્ય ચીજો તેવા લોકોને રૂપિયો મજબૂત થાય ત્યારે મજા પડી જાય છે. કેમ કે તેમને સામે વધુ ભાવ મળવાના. જોકે જે લોકો નિકાસ કરતાં હોય પરંતુ તેમનાં ઉત્પાદનો માટે કાચા માલની આયાત કરવી પડતી હોય તેમને મુશ્કેલી જરૂર પડે. તેમણે નિકાસ માટે ભાવ વધારી દેવા પડે છે.

રાકેશ પંચાલ
News Published By


Editor.Charotar@Gmail.com


All right reserved by : ચરોતરનો અવાજ |