આજે વડાપ્રધાન મનમોહન સિંહે બપોરે બાર વાગ્યે દેશની આર્થિક સ્થિતિ અંગે નિવેદન આપ્યું હતું. જેમાં કહ્યું હતું કે ગગડતો રૂપિયો ચિંતાનો વિષય છે. વિકાસ દરમાં ઘટાડો થયો છે પરંતુ બેન્કીંગ ક્ષેત્ર મજબૂત છે. આ ઉપરાંત સોનાની આયાત અને પેટ્રોલિયમ પેદાશોનો ઓછો વપરાશની વાત કરી હતી.
જે પ્રકારે રૂપિયો ડોલર સામે ગગડી રહ્યો છે. તે સાથે પેટ્રોલ, ડિઝલ સહિત જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે જેથી આમ આદમી મોંઘવારીનો માર સહી રહ્યો છે. તેવી પરિસ્થિતિમાં વડાપ્રધાન મનમોહન સિંહ જણાવ્યું કે લોકો સોનાની ખરીદી ઓછી કરે જેથી દેશમાં સોનાની આયાત ઓછી થાય ઉપરાંત પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ ઓછો કરવાનું જણાવ્યું હતું. સિરિયામાં આવેલુ સંકટ ઉપરાંત ઘરેલું કારણોને ગગડતા રૂપિયા માટે જવાબદાર ગણાવ્યાં હતાં.
જોકે તેમણે ઉમેર્યું હતું કે વિકાસશીલ દેશોની આર્થિક સ્થિતિ વર્તમાન સમયમાં નબળી છે. અનેક દેશોની મુદ્રા કમજોર પડી છે. તેલની કિંમતોના કારણે રૂપિયો વધારે ગગડ્યો છે. સારા વરસાદથી વિકાસ દર વધવાની આશા વ્યક્ત કરી હતી. તેમણે ઉદારીકરણ પ્રક્રિયાચાલુ રહેશે તેમજ આરબીઆઈ અને સરકાર રૂપિયાને મજબૂત કરવાના તમામ પ્રયત્નો કરી રહી છે. નિકાસ પર ભાર આપવાનું જણાવ્યું હતું. બેરોજગારીનો આંક એક વર્ષમાં 10.2 ટકાની આસાપાસ વધતી હોવાનું જણાવ્યું હતું તે સાથે સરકાર મોંઘવારી ઓછી કરવાના તમામ સંભવ પ્રયત્નો કરી રહી છે તે વાત જણાવી પોતાનો બચાવ કર્યો હતો.
ગણતરીના દિવસોમાં આરબીઆઈના ગવર્નર પદેથી ટૂંક સમયમાં નિવૃત થઈ રહેલા ડી.સુબ્બારાવે પણ જતાં જતાં સરકારની આર્થિક નીતિઓને લઈને ટિપ્પણીઓ કરી છે. જોકે ભાજપે આજે લોકસભામાં આપેલી વડાપ્રધાનના નિવેદનને માત્ર શબ્દોની રમત જણાવી હતી.

News Published By CNA TEAM, For Further Enquiry Mail To Editor.Charotar@Gmail.com