ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

આસારામ પ્રકરણનો મધ્યભાગ

જાતિય શોષણના આરોપી  આસારામ બાપુને શનિવારની મધરાતે 12.25 વાગ્યે ધરપકડ કરી લીધી છે. જોકે ધરપકડ દરમ્યાન વિફરેલા સમર્થકોએ ભારે હોબાળો મચાવ્યો. બાપુને ટવેરા ગાડીમાં બેસાડીને લઈ જવામાં આવ્યાં હતાં. 


આ ધરપકડ દરમ્યાન 32 જેટલા પોલીસકર્મીઓની ટીમ ગઈ હતી. હવે આસારામને જોધપુર કેવી રીતે લેવામાં આવે તે બાબતે વિચારણા થઈ રહી છે. મનાઈ રહ્યું છે કે આસારામને સત્વરે હવાઈમાર્ગે ઈન્દોરથી જોધપુર લાવી શકે પરંતુ ઈન્દોરમાં પુરતી વ્યવસ્થા નથી જેથી ભોપાલની ફરજ પડી શકે અને ત્યાંથી હવાઈમાર્ગે સત્વરે જોધપુર લાવી શકે.

એક નજર ધટનાક્રમ

 ત્રીસમી ઓગષ્ટ આસારામ માટે  જોધપુર પોલીસ સમક્ષ હાજર થવાનો છેલ્લો દિવસ હતો. સમાચાર વહેતા થયા હતાં કે  જો આસારામ બાપુ આજે 30મી ઓગષ્ટના રોજ સુધી હાજર નહીં થાય તો તેમની જોધપુર પોલીસ દ્રારા ધરપકડ થઈ શકે એમ સુત્રો જણાવી રહ્યાં હતા. જોકે મોદીનું નિવેદન અને ભોપાલમાં પત્રકારો સાજે થયેલી મારપીટ વાતાવરણને તંગ બનાવી દીધું હતું.

જોકે આસારામ બાપુ એ પોતાના અંગત પારિવારિક કારણો બતાવીને હાજર થવાની તારીખ બદલવાની માંગ કરી હતી. જેમાં તેમણે 19 સપ્ટેમ્બર સુધીનો સમય માંગ્યો હતો. જોકે જોધપુર પોલીસે અરજીને ફગાવી દીધી હતી. મળતી માહિતી મુજબ, આજે આસારામ બાપુના પુત્ર નારાયણ સાંઈ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે આસારામ બાપુનો સંદેશ આપ્યો હતો. ખરાબ તબિયતને કારણે તેઓ આસારામ બાપુ હાજર નથી. તેમની દિલ્હી ખાતેની ટિકીટ પણ રદ કરવાની ફરજ પડી હતી. જો કે તેમના ભક્તો ચિંતા ન કરે તેવી અપીલ કરી હતી. આસારામ આજે હાજર નહીં થાય. તપાસમાં પોલીસને પૂર્ણ સહયોગ કરશે. 

ત્યારે બપોરે આસારામ બાપુના વકીલે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે બાપુની તબિયત ખરાબ છે. અને પારિવારિક કારણોને કારણે તેઓ પોલીસ સમક્ષ હાજર થશે નહીં. 

જોકે કોર્ટે આસારામની અરજી ફગાવી દીધી હતી. આસારામના વકીલે ગુજરાતમાં કેસ ચાલે તે બાબતે અરજી કરી હતી. જેનો કોર્ટે ફગાવી દીધી હતી. જે આસારામ માટે ઝટકા સમાન બની જવા પામ્યું હતું. તે ઉપરાંત સૌથી મોટો ઝટકો આજે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ છોટાઉદેપુર ખાતે પોતાના એક ભાષણમાં આપ્યો હતો. છોટાઉદેપુરના એક ભાષણમાં મુખ્યમંત્રી નરેન્દ્રી મોદીએ બળાત્કારીઓને રાક્ષસી મનોવૃતિના ગણાવ્યાં હતાં. જોકે તેમને સીધી રીતે આસારામનું નામ દઈને આ નિવેદન આપ્યું ન હતું. પરંતુ મોદી જે પ્રસંગે જનતાને સંબોધી રહ્યાં તેને અનુરૂપ આ નિવેદન ન હતું. જેથી માની શકાય કે  આ નિવેદન આસારામ બાપુને ટાંકી ને જ કરવામાં આવ્યું હતું. જોકે ગત રોજ ગુરૂવારે આસારામ બાપુના સમર્થકો તરફથી સુરતમાં એક સીડી વહેતી કરવામાં આવી હતી .જેમાં આસારામ મોદીને મલ ગણાવ્યાં હતા.આ ઉપરાંત દિલ્હી ખાતે મોદીને નેતાઓને આસારામથી જેટલી બને તેટલી દૂરી બનાવી રાખવાની સલાહ આપી હતી.

તે  સાંજે જ્યારે આસારામ દિલ્હી જવા માટે  ભોપાલ એરપોર્ટ ખાતે પહોંચ્યા ત્યારે તે સ્થાને ઉપસ્થિત મીડીયા સાથે આસારામના સમર્થકો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. જેમાં પરિસ્થિતિ હાથાપાઈ સુધી પહોંચી ગઈ હતી. જોકે આસારામ ભોપાલ એરપોર્ટ પર દિલ્હીની ફ્લાઈટ ચૂકી ગયા હતા. જેથી તેને આશ્રમ તરફ પાછા જવું પડ્યું હતું. અને તે વખતે જ્યારે તે ગાડી તરફ જઈ રહ્યાં હતાં ત્યારે મીડિયાકર્મીઓ દ્રારા પ્રશ્નો પુછવાની શરૂઆત કરી દીધી જેથી આસારામના સમર્થકો ભડકી ગયા હતાં.

30મી ઓગષ્ટના રોજ સાંજે જોધપુર પોલીસ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે જોધપુર પોલીસ ભોપાલ ખાતે રવાના થઈ ગઈ છે તેમ જણાવામાં આવ્યું હતું . અને બાપુ જ્યાં જ્યાં જશે તેમની પાછળ પોલીસ જવા તૈયાર છે તેવી તૈયારી બતાવામાં આવી હતી.  અને જણાવાયું હતું કે  ભોપાલ આશ્રમ ખાતે અનુસંધાન કરાયા બાદ બાપુની ધરપકડ કરવામાં આવશે. અને જો આરોપ સાબિત થશે તો ધરપકડ કરવામાં આવશે. 

ત્યાર બાદ સાંજ સુધીમાં તો બાપુ ગાયબ થઈ ગયા. અને 30મી ઓગષ્ટની રાતે બાપુ રોડ મારફતે ભોપાલથી ઈન્દોર તરફ રવાના થઈ ગયા અને પોતાને ઈન્દોર આશ્રમ ખાતે છુપાવી દીધાં અને અંતે જોધપુર પોલીસે 31મી ઓગષ્ટની મધરાતે પોતાનો દાવ ખેલી દીધો. અને આસારામ બાપુની ધરપકડ કરી લીધી. જોકે ધરપકડ દરમ્યાન સમર્થકોએ મીડીયા પર હુમલો કર્યો જેથી પોલીસે પણ મીડિયાકર્મીઓના બચાવ માટે જરૂરી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. જેથી સમર્થકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ, જોધપુર પોલીસ સત્વરે રાત્રી દરમ્યાન આસારામ બાપુને જોધપુર લાવી શકે છે. દિવસે દરમ્યાન સમર્થકોનાં આક્રોશનો સામનો કરવો પડી શકે છે. જેથી રાત્રિ દરમ્યાન જ આસારામને જોધપુર લાવી દેવાય તે પ્રકારનું આયોજન કરવામાં પોલીસ મથી રહી છે.


રાકેશ પંચાલ
News Published By   CNA TEAM,  For Further Enquiry Mail  To    Editor.Charotar@Gmail.com

All right reserved by : ચરોતરનો અવાજ |