દર વર્ષે અંબાજી
ખાતે ભાદરવા સુદ નોમથી શરૂ થનારા સાત દિવસીય મહામેળાની સુરક્ષા માટે પોલીસ જવાનોને
ખાસ ટ્રેનિગં આપવામાં આવી રહી છે. આ વખતે નવા હથિયારોથી સજ્જ સુરક્ષા જવાનો હશે.
જે અંદાજે ત્રીસ લાખ યાત્રિકોની સુરક્ષા કરશે. આ વખતે મહામેળામાં સુરક્ષા વધારે
ચુસ્ત બનશે.
અંબાજી ખાતે
યોજાતા મહામેળામાં સમગ્ર રાજ્યમાંથી અસંખ્ય પગપાળા સંઘો આવે છે જે અંબા મંદિર ખાતે
ધજા ચઢાવે છે અને આશિર્વાદ મેળવે છે. આ મહામેળાને
ધ્યાને રાખીને એસ.ટી નિગમ પણ સમગ્ર ગુજરાતભરમાં અબાજી તરફ અવર જવર કરવા માટેની
બસોની સંખ્યામાં વધારો કરી દે છે. દર વર્ષે અંદાજે ત્રીસ લાખ લોકો સમગ્ર ગુજરાતભરમાંથી
આ મહામેળા દરમ્યાન હાજરી આપે છે. આ ભાદરવી પૂનમના મહામેળાના સાત દિવસ દરમ્યાન પોલીસ
ખડેપગે ઉભી રહી છે. ઉલ્લેખનીય છેકે ગત વર્ષે મહામેળો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં જિલ્લા પોલીસ
વડા અશોક કુમારે પોલીસકર્મીઓ સાથે મળીને અંબા મંદિર ખાતે ધ્વજા ચઢાવી હતી.
થોડા
દિવસો અગાઉ નેપાળથી પકડાયેલ આતંકી યાસીન ભટકલની NIA સાથેની પુછપરછમાં ખુલાસો થયો
છે કે ઈન્ડિયન મુજાહિદ્દીનનો મુખ્ય ટારગેટ ગુજરાત રાજ્ય છે. આતંકી યાસીન
ભટકલે કહ્યું હતું કે તેઓ ગુજરાતને ટારગેટ કરી રહ્યાં હતાં. અમદાવાદ જેવા શહેર
નિશાને હતાં. જે પ્રકારે અમદાવાદ માં સીરીયલ બ્લાસ્ટ થયા હતા તે જ પ્રકારે ફરી
અમદવાદમાં બોમ્બ બ્લાસ્ટનું પ્લાનીંગ કરવામાં આવી રહ્યું હતું. ગુજરાત તેમના નિશાને હતું. તેવી પરિસ્થિતિમાં અંબાજી ખાતેની આ પ્રકારની સુરક્ષા
વ્યવસ્થા ગોઠવાય તે જરૂરી છે.
રાકેશ પંચાલ
News Published By CNA TEAM,
For Further Enquiry Mail To Editor.Charotar@Gmail.com