યૌનશોષણના
મામલે ફસાયેલા આસારામ બાપુને જોધપુર પોલીસ સમક્ષ હાજર થવાનો 30મી ઓગષ્ટ અંતિમ દિવસ હતો. પરંતુ આસારામ ન આવ્યા, પોલીસ જોધપુરથી ભોપાલ રવાના થઈ પરંતુ ક્યારેય પહોંચી નહીં. બીજી તરફ આસારામને લઈને અનેક સમચારો વહેતા થયા.પરંતુ આસારામ રાતે ગાડી મારફતે ઈન્દોર નીકળી ગયા અને તંત્ર જોતું રહ્યું .
આજે ત્રીસમી ઓગષ્ટથી મીડિયાની બાપુની હલચલ પર હતી. બાપુ જ્યાં જ્યાં ગયા તેના પર ચાંપતી નજર કેમેરાની હતી. જેની બાપુ આજે પોલીસ સમક્ષ થશે કે નહીં તે બાબતે ચર્ચાઓ થઈ રહી છે. તેવામાં બપોરે બાર વાગ્યાની આસપાસ આસારામના પુત્ર નારાયણ સાંઈ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી જેમાં બાપુનો શાંતિ જાળવી રાખવાનો સંદેશ દેશભરના સમર્થકોને આપવામાં આવ્યો તે ઉપરાંત બાપુની તબિયત ખરાબ હોવાથી ભોપાલથી દિલ્હીની ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. પરંતુ અસત્ય સાંજે પકડાયું જ્યારે બાપુ ભોપાલથી દિલ્હી માટે એરપોર્ટ પહોંચ્યા અને દિલ્હીની ફ્લાઈટ નીકળી ગઈ. અને અસત્ય બહાર આવી ગયું. સવારથી ખરાબ તબિયતનું બહાનું કાઢીને કાનુની કાર્યવાહીથી દૂર રહેવાની રણનીતિ બનાવી રહેલા બાપુનો પોલ સાંજે ખુલી ગયો.
ભોપાલ એરપોર્ટ ખાતે ઉપસ્થિત બાપુને જ્યારે
મીડિયાકર્મીઓએ સવાલ પુછ્યાં ત્યારે
સમર્થકો ભડકી ઉઠ્યાં અને મીડિયાકર્મીઓ સાથે મારપીટ તેમજ ઝપાઝપી કરવામાં આવી હતી. એક
તરફ છોટાઉદેપુર ખાતે મોદીએ આડકતરી રીતે આસારામને લઈને નિવેદન કર્યું જેમાં તેમણે
લોકોને કહ્યું કે બળાત્કારીઓ રાક્ષસી મનોવૃતિવાળા છે. આસારામ બાબતે ભાજપાના વલણને સ્પષ્ટ્ર કરવાના ઈરાદે મુખ્યમંત્રી મોદીએ આડકતરી રીતે આ પ્રકારનું નિવેદન કર્યું
હતું તેમ જણાઈ રહ્યું છે.
ત્રીજો ઝટકો સાંજે લાગ્યો જ્યારે જોધપુર
પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે આસારામ જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં અમે
જવા તૈયારી છીએ. જોકે પોલીસે જણાવ્યું કે અનુસંધાનમાં આરોપ સાબિત થાય તેવા પુરાવા
મળી જશે તો ધરપકડ નક્કી છે. જોકે ત્યાર બાદ આસારામ જાણે કે પોતે છુપાવાની કોશિશ કરી
રહ્યાં હોય તેમ ભોપાલથી દિલ્હી જવાનાં સમાચાર વહેતા કર્યા . અને પછી ઈન્દોર મારફતે
રાતે અગિયાર વાગ્યાની આસાપાસ ગુજરાતના અમદાવાદ આશ્રમ ખાતે આવશે તે સમાચાર વહેતા
કર્યા. જો કે આ પ્રકારની માહિતી જે આવી રહી છે તે ખાસ આયોજન હેઠળ વહેતી કરવામાં
આવી રહી છે કે પછી નક્કર છે તે બાબતે શંકા છે.
30મી ઓગષ્ટ, શુક્રવારની રાતે બાપુ ગાડી મારફતે ભોપાલથી ઈન્દોર નીકળી ગયા. બાપુનું ઈન્દોર જવાના અમુક પ્રબળ કારણો છે. બાપુના સૌથી વધારે હાઈપ્રોફાઈલ ભક્તો ઈન્દોરમાં આવેલા છે. અને ત્યાં બાપુ પોતાને વધારે સુરક્ષિત માને છે. જ્યાં તે વધારે સુરક્ષિત રહી શકે છે. શુક્રવારની સવારથી જ તંત્ર અને બાપુ વચ્ચે જોધપુરથી ભોપાલ સુધી પકડદાવનો ખેલ ખેલાયો , હવે આજે શનિવારે ભોપાલથી ઈન્દોર સુધી ખેલાઈ રહ્યો છે. જેમાં બાપુ શુક્રવારની મોડી રાતે જ ગાડી મારફતે અગાઉથી જ આસારામ પહોંચી ગયા છે. જ્યારે તંત્ર માત્ર દોડી રહ્યું હોવાનો અહેસાસ કરાવે છે પરંતુ ક્ઈ દિશામાં દોડી રહ્યું છે તે બાબતે શંકા છે.

રાકેશ પંચાલ
News Published By CNA TEAM, For Further Enquiry Mail To Editor.Charotar@Gmail.com