ગણેશ મહોત્સવની
ઉજવણી ઘણી નજીક આવી રહી છે. જે દરમ્યાન ઠેર ઠેર ગણેશજીની મૂર્તિઓને સ્થાપિત
કરવામાં આવશે. જેમાં ગણેશજીની ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ તરફ લોકોનો ક્રેઝ વધી રહ્યો
છે. જોકે મોટાભાગના વિસ્તારોમાં પીઓપીમાંથી બનાવેલી ગણેશજીની મૂર્તિ સ્થાપિત
કરવામાં આવે છે.
ચરોતર પંથકના
આણંદ શહેરના બજારમાં આ વખતે માટીમાંથી
બનાવેલી ગણેશજીની મૂર્તિઓ આવી ગઈ છે. આણંદ
શહેરના ગામડીવડ પાસે એક મૂર્તિકાર માટીમાંથી ગણેશજીની સુંદર મૂર્તિઓ બનાવી રહ્યાં
છે. આ માટીમાંથી બનાવેલી ગણેશજીની મૂર્તિઓ પાણીમાં જલ્દી ઓગળી જાય છે. જેથી લોકોને તેને ખાસી પસંદ કરશે તેમ મૂર્તિકાર જણાવી રહ્યાં છે. રંગીલા ચરોતરવાસીઓ હમેશા અવનવાં પ્રયોગ કરવામાં અવ્વલ રહ્યાં છે. આ વખતે માટીમાંથી બનેલા ગણેશજીની માંગમાં વધારો થશે તેમ મૂર્તિકાર જણાવી રહ્યાં છે.
મોટાભાગે
પીઓપીની બનાવેલી મૂર્તિઓ પાણીમાં જલ્દી ઓગળતી નથી. જ્યારે પીઓપીમાંથી બનાવેલી
ગણેશજીની મૂર્તિને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે ત્યારે તેને પાણીમાં ઓગળતા સામાન્યપણે
ઘણો લાંબા સમય લાગી જાય છે. અને પીઓપી હોવાથી પાણીમાં કેમિક્લ ભળી જાય છે. જ્યારે
માટીથી બનાવેલી મૂર્તિ પાણીમાં તુરંત જ ઓગળી જાય છે અને મુખ્યત્વે માટી હોવાથી
કેમિક્લયુક્ત પ્રદૂષણનો કોઈ સવાલ રહેતો નથી.
ઉલ્લેખનીય છેકે
ચાલુ વર્ષે ઓગષ્ટ મહિનામાં આણંદ ટાઉનહોલ ખાતે સ્કીટ સ્પધૉમાં એક પ્રાઈવેટ સ્કુલના
બાળકોએ સ્કીટ રજૂ કરી હતી જેમાં માટીના ગણપિતનું મહત્વ અનોખી રીતે સમજાયું હતું.
જેને જોઈને લોકો અવાક રહી ગયા હતાં. જેમાં માટીમાંથી બનાવેલા ગણપતિની
મૂર્તિનું વિસર્જન એક બહેન ઘરે જ કરે છે.
અને તે મૂર્તિ પાણીમાં ઓગળી ગયા બાદ તે જ માટીમાં નાનકડો છોડનો ઉછેર કરવાની સલાહ પોતાની દીકરીને આપે છે. જ્યારે અન્ય એક શેરીનું મંડળ દર
વર્ષે શેરીમાં પીઓપીની મૂર્તિ સ્થાપિત કરે છે. અને દર વર્ષે એક જ તળાવમાં
મૂર્તિનું વિસર્જિત કરતા હોય છે. જેમાં ચાલુ વર્ષની મૂર્તિ તળાવમાં વિસર્જિત કરે છે
ત્યારે તે પાછલા બે વર્ષની મૂર્તિઓ પાણી સાથે જઈને બેસી જાય છે. અને ત્રણેય મૂર્તિઓ સંવાદ કરતી બતાવી હતી.
ફોટો સ્ટોરી : ઈકબાલ સૈયદ, રાકેશ પંચાલ
News Published By CNA TEAM, For Further Enquiry Mail To Editor.Charotar@Gmail.com