ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

અંતે રાજ્ય સરકારે વેપારીઓની વ્યથા સમજી

ગુજરાતમાં જીરૂ અને વરિયાળી પકવતાં ખેડૂતો માટે સારા સમાચાર છે. આજે 29મી ઓગષ્ટ, ગુરૂવારના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યું છેકે 29મી ઓગષ્ટના રોજથી  બે કોમોડીટી જીરૂ અને વરિયાળીમાં વેટ સ્વરૂપે 5 ટકા લાગતો ટેક્સ માફ કરવામાં આવ્યો છે. સરકાર માટે આ વેટને માફ કરવો જરૂરી બની ગયો હતો. વેટના કારણે વેપારીઓ માટે ટકી રહેવું ઘણુ મુશ્કેલ બની ગયું હતું.

જોકે જીરૂ અને વરિયાળી જેવા પાક ઉપર વેટ નાબૂદી માટે વિચારણા કરી શકે તે માટે કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું. જેના રિપોર્ટ બાદ રાજ્ય સરકાર તરફથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે આ પ્રકારના નિર્ણયથી વેપારીવર્ગ માટે પણ આનંદના સમાચાર છે.

ઉલ્લેખનીય છેકે દુનિયામાં જીરૂ, વરીયાળી નિકાસ કરતી કંપનીઓએ ગુજરાતના  ઊંઝાના ગંજબજારનાં બદલે રાજસ્થાનમાં ખરીદી કરવાનું શરૂ કર્યું હતું. જેનું મુખ્ય કારણ હતું કે ગુજરાતમાં કૃષિ પેદાશોનાં વેચાણ પર એકંદરે ચાર ટકા વેટ વસૂલ કરવામાં આવે છે જેમાં જીરૂ અને વરિયાળી ઉપર લાગુ પડતો હતો. જેથી તે વ્યાપાર સાથે સંકળાયેલ વેપારીવર્ગ તેમજ કંપનીઓ રાજસ્થાન તરફ જઈ રહી હતી.  રાજસ્થાન સરકારે વર્ષ 2013ના  માર્ચ મહિનામાં કૃષિપેદાશોને વેટમુક્ત જાહેર કરી હતી. જેની અસર ગુજરાતના બજારોમાં જોવા મળી રહી હતીતેથી ગુજરાત સરકાર પણ કૃષિપેદાશો પર શૂન્ય ટકા વેટ જાહેર કરે તેવી રજૂઆત ઊંઝા માર્કેટયાર્ડનાં સંચાલકો અને વેપારીઓએ કરી રહ્યાં હતાં.

મહિનાની શરૂઆતથી સમાચાર વહેતા થયા હતાં કે ગુજરાત સરકાર આગામી દિવસોમાં વરિયાળી અને ધાણા-જીરૂ પરનો વેટ કાઢી નાખવાનો નિર્ણય ઓગષ્ટ મહિનામાં કરશે. દેશમાં જીરૂના થતા કુલ ઉત્પાદનમાંથી સિત્તેર ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે. મધ્યપ્રદેશ, રાજસ્થાનની સરકારે વરિયાળી, જીરૂ  પરનો વેટ કાઢી નાખવાનો નિર્ણય કર્યા બાદ ગુજરાતના વેપારીઓની હાલત કફોડી બની ગઈ હતી. પરંતુ હવે રાજ્ય સરકારના આ નિર્ણયથી જીરૂ અને વરિયાળી સાથે સંકળાયેલ ખેડૂત અને વેપારીવર્ગને ઘણી રાહત મળશે તેમ તજજ્ઞો જણાવી રહ્યાં છે.


રાકેશ પંચાલ
News Published By   CNA TEAM,  
For Further Enquiry Mail  To    Editor.Charotar@Gmail.com

All right reserved by : ચરોતરનો અવાજ |