ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

મમતાની દેવીને આજે યાદ કર્યા


વર્ષ 2010માં મધર ટેરેસની જન્મ શતાબ્દીની ઉજવણી થઈ હતી. તે વખતે ભારતીય રેલ્વે દ્રારા મધર ટેરેસાની જીવન ઝરમરને લોકો સુધી પહોંચાડવા માટે વિશેષ ટ્રેન ફરતી કરી હતી.જે મધર એક્સપ્રેસ તરીકે ઓળખાઈ હતી. આજે તે મમતાની દેવી મધર ટેરેસાનો જન્મદિન છે


1910ના રોજ રિપબ્લિક ઓફ મેસેડોનિયામાં થયો હતો. તેમનું ખરું નામ એગ્નેસ ગોન્કસા બોજાક્સુ હતું. તેમણે 1931માં ર્ધાર્મિક શપથ લીધા પછી સંત થેરેસ દે લિસિઅક્સના નામ પરથી ટેરેસા નામ પસંદ કર્યું. પછીથી જીવનભર તેઓ આ જ નામથી સમગ્ર વિશ્વમાં જાણીતાં થયાં. મધર ટેરેસા જ્યારે માત્ર 8 વર્ષનાં હતાં ત્યારે જ તેમના પિતાનું નિધન થઈ ગયું હતું. ત્યાર પછી તેમની માતાએ તેમને રોમન કેથલિક ધર્મમાં આગળ વધીને સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવા પ્રોત્સાહન આપ્યું હતું. ઉછળકૂદ કરવાની 12 વર્ષની ઉંમરે તો મધર ટેરેસાએ પોતાની સેવાકીય પ્રવૃત્તિ આરંભી દીધી હતી. ત્યારે જ તેમણે મનોમન સેવાનો ભેખ ધારણ કરવાનું નક્કી કરી લીધું હતું.
            

જન્મે ભારતીય ન હોવા છતાં આજીવન સવાયા ભારતીય તરીકે ભારતમાં રહીને ગરીબો અને પીડિતોની સેવામાં જીવન વ્યતીત કરનારાં મધર ટેરેસાનો આજે 26મી ઓગષ્ટના રોજ જન્મદિવસ છે.

જીવન પર એક નજર 

  • 18વર્ષની ઉંમરે તેઓ મિસ્ટર ઓફ લોરેટો મિશનમાં જોડાઈ ગયાં હતાં અને સેવા કરવા માટે ઘરનો ત્યાગ કરી દીધો હતો.
  • 1929માં પ્રથમ વખત તેઓ ભારત આવ્યાં હતાં અને દીક્ષાર્થી તરીકેનો પોતાનો પ્રથમ કાર્યકાળ હિમાલય પર્વતમાળા નજીક ર્દાિજલિંગમાં વીતાવ્યો હતો.
  • 1946માં ભારતમાં ફાટી નીકળેલાં હિન્દુ-મુસ્લિમ રમખાણો વખતે મધર ટેરેસાએ ઈજાગ્રસ્તોની ખૂબ સેવા કરી હતી. ત્યારબાદ 1948માં તેમણે કોલકાતામાં જ ગરીબો માટેનું પોતાનું મિશનરી કાર્ય શરૃ કર્યું હતું જે પછીથી આખા વિશ્વમાં વિસ્તર્યું હતું.
  • મધર ટેરેસાએ ભારતમાં સેવાકીય કાર્ય શરૃ કર્યા પછી પોતાનો લોરેટોનો પરંપરાગત પોશાક ત્યાગીને ભૂરી કિનારીવાળી ખાદીની સાડી પહેરવાનું શરૃ કર્યું. આ સમયગાળામાં જ તેમણે ભારતીય નાગરિકત્વ સ્વીકાર્યું હતું.
  • તેમની સેવાકીય પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને 1979માં મધર ટેરેસાને શાંતિ માટેના નોબેલ પુરસ્કારથી સન્માનિત કરાયાં ત્યારે તેમણે કહ્યું હતું કે 'ઈશ્વર ગરીબોમાં અને પીડિતોમાં વસે છેઆપણે આવા અસહાય લોકોની સેવા કરીને ઈશ્વર સુધી પહોંચવું જોઈએ.'
  • 1980માં ભારત સરકારે ભારતનું સર્વોચ્ચ સન્માન ભારતરત્ન આપીને તેમની સેવાની કદર કરી હતી.
  • સતત કથળતા જતાં સ્વાસ્થ્ય પછી પાંચ સપ્ટેમ્બર1997ના રોજ તેમનું નિધન થયું હતું. એક સમયે માત્ર 13 સભ્યોથી શરૃ થયેલું તેમનું સેવાકીય કાર્ય આજે  અનેક દેશોમાં પ્રસરી ગયું છે.


  
રાકેશ પંચાલ
News Published By

Editor.Charotar@Gmail.com


All right reserved by : ચરોતરનો અવાજ |