નડિયાદ તાલુકાના સુરાશામળ ગામમાં ગ્રામજનો
ભયના ઓથારા હેઠળ જીવી રહ્યાં છે. તો બીજી તરફ નડિયાદ શહેરમાં વીજ થાંભાલાની લાઈટો
ભરબપોરે અકારણ પોતાનો પ્રકાશ આપતી નજરે પડે છે.
વર્તમાન સમયે નડિયાદ નગરપાલિકાના માથે 40 કરોડનું દેવું
છે. નડિયાદ નગરપાલિકામાં વિપક્ષે આક્ષેપ કર્યો છે. નગરપાલિકાનું 40 કરોડની આસપાસ
દેવું છે. વર્તમાન સમયમાં જે કામકાજ થઈ રહ્યાં છે તે વિકાસના કામો માટે આવતા
રૂપિયાથી થઈ રહ્યાં છે. નગરપાલિકાનું મુખ્ય દેવું જીઈબીનું છે.
નડિયાદ તાલુકામાં આવેલા સુરાશામળ ગામથી
મળતી માહિતી મુજબ, આ ગામમાં વિવિધ ફળિયાના આઠ જેટલા થાંભલાની હાલત કથળી ગઈ છે. આ
થાંભલાઓમાં પાયાનો ભાગ જ ખવાઈ ગયો છે. જોકે આ બાબતે ગ્રામજનોએ અનેક લેખિત રજૂઆતો
મધ્ય ગુજરાત વિજ કપંનીને કરી છે તેમ છતાં આ બાબતે કોઈ દરકાર લેવામાં આવી નથી.
જ્યારે વાતાવરણ ખરાબ થઈ જાય છે ત્યારે વીજ થાંભલાને લઈને ખતરો વધી જવા પામે છે.
વધારે પવનની સ્થિતિમાં વીજ થાંભલાઓ ડોલવા લાગે છે. હવે ગ્રામજનો આ સમસ્યાથી
છૂટકારો કેવી રીતે મેળવે તે બાબતે અવઢવમાં પડી ગયા છે. એક તરફ વીજ કંપનની વારંવાર
રજૂઆતો કરી છે છતાં કોઈને દરકાર નથી તેવી પરિસ્થિતિમાં ગ્રામજનો માટે જાએ તો જાએ
કહાં જેવી સ્થિતિ સર્જાઈ છે.
બીજી તરફ નડિયાદ શહેરમાં જાણેકે વીજળીની
કોઈ જ દરકાર નથી. પ્રજાના ટેક્સના રૂપિયે ચાલતું પાલિકા તંત્રને પ્રજાના રૂપિયાની
જાણે કોઈ દરકાર નથી તેવું વલણ નજરે પડે છે. વીજળીના ભાવમાં થયેલો વધારો લોકો માટે
અસહ્ય બની ગયો છે તેવી પરિસ્થિતિમાં પાલિકા તંત્ર દ્રારા વીજળીનો થઈ રહેલો
દૂરઉપયોગ તંત્રનું વલણ સ્પષ્ટ્ર કરે છે.
સુરાશામળમાં જે પ્રકારે વીજ થાંભલાઓની
હાલત દયનીય બની જવા પામી છે તેને જોતાં વીજ કંપનીએ સત્વરે તેને બદલવાની તાતી
જરૂરિયાત છે. અને જો આ પ્રકારે સત્વેર કામકાજ નહીં કરવામાં આવે તો ઉલ્લેખનીય છેકે
ચાલુ વર્ષે ઓગષ્ટ મહિનામાં જોળ ગામે બપોર દરમ્યાન કપડા સુકવવાના તાર પર પરિણીતા
કપડાં સુકવતી હતી તે જ વખતે વીજ કરંટ લાગ્યો હતો અને તે વખતે સાસુ, સસરા અને
પુત્રવધુના મોત નિપજ્યાં હતા. ઉપરાંત બીજી એક ઘટના બોરસદમાં શહેરમાં થઈ હતી. જેમાં
અમદાવાદી બજારમાં વર્ષ 2012ના ફેબ્રુઆરી મહિનામાં મોત બનીને ત્રાટકેલાં વીજ પોલના
કારણે એક માસૂમે જીવ ગુમાવ્યો હતો.
નડિયાદ શહેરમાં પણ વીજ પોલ પડવાને કારણે
મોત નિપજ્યાં હોય તેવા કિસ્સા ભુતકાળમાં બન્યા છે. તે ઉપરાંત વર્ષ 2012માં ઓક્ટોમ્બર મહિનામાં વીજ
થાંભલો પડતાં એક બાળકને ઈજા પહોંચી હતી તે વખતે ઈન્દિરાનગરી વિસ્તારમાં આવેલ વીજ
થાંભલો પાયામાંથી જર્જરિત હાલતમાં હતો. વસાહતમાં ગટર લાઈનું કામકાજ ચાલી રહ્યું
હતું .તે દરમ્યાન વીજ થાંભલો કડડભસૂ થયો હતો.
(ફોટો- સિદ્ધાંત મહંત,સુભાન શેખ )
રાકેશ પંચાલ
News Published By

Editor.Charotar@Gmail.com