ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

આસારામ બાપુ પ્રત્યે કેમ ઢીલું વલણ ?

દિપેશ -અભિષેકના રહસ્યમય મોતથી ચર્ચામાં આવેલા બાપુ આસારામ છે્લ્લા કેટલાંક દિવસથી જોધપુર આશ્રમ મામલે રેપ કેસ અને યૌનશોષણની થયેલી ફરિયાદો મામલે ચર્ચામાં હતા. તેમાં વધુ એક ફરિયાદનો ઉમેરો થયો છે, જોકે આજે જોધપુર રેપ કેસ મામલે ચાંદખેડા પોલીસ સાથે  જઈને જોધપુર પોલીસે આશ્રમને સમન્સ આપી દીધો છે. જે પ્રમાણે 30મી ઓગષ્ટ સુધી આસારામ બાપુને પોલીસ સમક્ષ હાજર થવું પડશે.

છેલ્લા અનેક વર્ષોથી અનેક જાતની ફરિયાદોથી વિવાદમાં રહેતા બાપુ આસારામ હમણા કેટલાક દિવસોથી જોધુપર આશ્રમ ખાતે સગીરા સાથે બળાત્કાર તેમજ યૌનશૌષણની ફરિયાદ થવા પામી હતી. જેમાં આજે બળાત્કારની કલમ યથાવત રહી છે. પરંતુ બળાત્કારને સાબિત કરી શકે તેવો મેડિકલ તપાસમાં બળાત્કાર સાબિત થયો નથી. જેથી આસારામ બાપુને થોડી રાહત થઈ હોય તેમ જણાઈ રહ્યું હતું. પરંતુ તે રાહત પર પાણી ફરી વળ્યું છે કે કારણે કે આજે વધુ ફરિયાદમાં ઉમેરો થયો છે. જેમાં જોધપુર હોઈકોર્ટમાં અરજી કરાઈ છે જેમાં એક સત્સંગમાં આસારામ બાપુ દ્રારા એક સત્સંગમાં આઠ વર્ષની બાળકી પર ટીપ્પણી કરી હતી. જેનાથી લાગણી દુભાઈ હોવાની અરજી જોધપુર હોઈકોર્ટમા થઈ છે. જેની સુનાનવણી બે દિવસમાં કરવામાં આવશે. જોકે હવે ફરિયાદો અને અરજીઓથી ટેવાઈ ચુકેલા બાપુ આસારામ માટે હવે કોઈ નવાઈની વાત રહી નથી. 

આજે સોમવારે લોકસભામાં પણ જીડીયુ નેતા શરદ યાદવે પણ આસારામ બાપુ સામે કડક કાર્યવાહી થાય તે વાતે જોર આપ્યું હતું. તો સીપીઆઈ નેતા ગુરૂદાસ ગુપ્તાએ આસારામ બાપુને ફાંસી મળે તે પ્રકારની કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

જોકે આસારામ બાપુ સામે ફરિયાદ થઈ ત્યારે જ તેમની ધરપકડ થવી જોઈએ,પરંતુ બાપુ આમ તેમ ફરતા રહ્યાં તેમ છતાં તેમને પકડવાની હિંમત રાજસ્થાન પુલિસની પણ ન થઈ .જોકે તે બાબતે પણ અનેક સવાલો પેદા થયા છે. સૌથી મોટો સવાલ રાજસ્થાન સરકાર પર ઉઠ્યો છે. કારણે કે મનાઈ રહ્યું છેકે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની સતત નજર જોધપુર રેપ કેસ મામલે રહી છે. અને જોધપુર વિસ્તારમાં આસારામ બાપુના સૌથી વધારે સમર્થકો આવેલા છે. અને બીજી બાજુ જોધપુરનો વિસ્તાર  અશોક ગેહલોત માટે ચુનાવી ક્ષેત્ર છે. જેથી રાજસ્થાનના મુખ્યમંત્રી પોતાના મતદાતાઓને નારાજ કરીને કાર્યવાહી કરાવે તેવી શક્યતાઓ ઘણી ઓછી છે. તેમ છતાં રાજસ્થાન સરકાર આ બાબતે નિષ્પક્ષ હોવાનો શંખનાદ કરી રહી છે. પરંતુ ખરેખર સત્ય એ છેકે  રાજસ્થાનની વિધાનસભા ચૂંટણી નજીક  છે. અને આસારામને નારાજ કરે તો રાજસ્થાનની લગભગ ચાલીસ સીટો પર ખરાબ અસર પડી શકે છે. જેથી સીધે સીધે દુશ્મની આસારામ સાથે લેવી ભારે પડી શકે તેમ છે.જેથી બાપુ આસારામને આટલી બધી છૂટછાટ મળી રહી છે. કાયદા પ્રમાણે જોવામાં આવે તો આસારામ બાપુ ઉપર જે કલમો લાગી છે તે પ્રમાણે  તેમની તુરંત ધકપકડ થવી જોઈએ અને તે બિનજામીનાપાત્ર ગુન્હો બને છે. સામાન્ય માણસે જો આ પ્રકારનો ગુન્હો કરે તો તેની તુરંત  જ  ધકપકડ કરી લેવામાં આવે છે. જેથી તે પુરાવાઓનો નાશ ન કરી શકે જ્યારે અહીં વિપરિત પરિસ્થિતિ જોવા મળી રહી છે. અહીં આસારામ ખુલ્લી રીતે નિવેદનો આપી રહ્યાં છે.
રાકેશ પંચાલ


Editor.Charotar@Gmail.com


All right reserved by : ચરોતરનો અવાજ |