દિલ્હીની ગેંગરેપની ઘટના બાદ અનેક રાજ્યના
અનેક નાના શહેરો સતર્ક થયા છે. તેમાંથી મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરમાં કોલેજ અને
શાળાઓની બહાર બેસી રહેતા રોડ રોમિયોની સીધા કરવા માટે કોલ્હાપુર પોલીસે સિંઘમ અભિગમ અપનાવ્યો છે.
કોલ્હાપુર પોલીસ શાળા અને કોલેજની બહાર
લેડી પોલીસ બાઈક સાથે ઉતારી છે. આ બે મહિલા પોલીસ કોલ્હાપુર કોલેજ અને શાળાઓની
બહાર સતત નજર રાખી રહી છે. અત્યારસુધીમાં લેડી સિંઘમ પોલીસને સફળતા પણ મળી છે.
અત્યારસુધીમાં દોઢસો જેટલા રોડ રોમિયોને પકડીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.
જ્યાં તેમની પુછપરછ કરીને તેમના લાગતા
વળગતાં પરિજનોને બોલાવીને તેને સાર રસ્તે વાળવાના પ્રયત્નો કરવામાં આવ્યાં
હતાં. વર્તમાન સમયમાં આ બે લેડી સિંઘમ પોલીસના
ખૌફથી રોડ રોમિયો શાંત પડી ગયાં છે. કોલ્હાપુરમાં શાળા અને કોલેજોમાં આવતી જતી
યુવતીઓને શાંતિ અનુભવી રહી છે.
રાકેશ પંચાલ
News Published By

Editor.Charotar@Gmail.com