ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

જન્માષ્ટમીએ દેખાશે મોદી જ મોદી

વર્ષ 2013ની જન્માષ્ટમીમાં રાજનીતિનો તડકો જોવા મળશે. મહારાષ્ટ્રના મુંબઈ શહરેની મટકીફોડ ઘણી પ્રચલિત છે. જ્યાં અનેક ઠેકાણે પ્રચલિત મટકીફોડ કાર્યકર્મોનું આયોજન થાય છે .જે માટેની તૈયારીઓ મહિના અગાઉથી જ શરૂ થઈ જાય છે તે સાથે મુંબઈ ભાજપે પણ રાજનીતિનો રંગ ભેળવી દીધો છે.


આ મુંબઈમાં જન્માષ્ટમીના દિને મટકીફોડ કાર્યક્રમમાં દરે ઠેકાણે મોદી જ મોદી દેખાશે.ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટી તરફના અઘોષિત વડાપ્રધાન ઉમેદવાર તરીકેની ઓળખ બની ગઈ છે. તે ઉપરાતં મુખ્યમંત્રી મોદીની લોકપ્રિયતાનો સીધેસીધો લાભ તહેવારમાંથી મેળવવાની ઈચ્છા સાથે મુંબઈ ભાજપે અનોખું આયોજન કર્યુ છે.

મુંબઈમાં મટકીફોડ કાર્યક્રમ દરમ્યાન ગોવિંદા બનતા યુવકોને મોદીના ફોટાવાળી ટી-શર્ટ અને માસ્ક આપ્યાં છે. જેને પહેરીને હજારો ગોવિંદા મુંબઈના વિવિધ વિસ્તારોમાં મટકી ફોડશે. આ ઉપરાંત ગોવિંદાઓને ઈન્સ્યોરન્સ પણ આપવામાં આવ્યાં છે.

મળતી માહિતી મુજબ, મુંબઈ ભાજપે અંદાજે 350 જેટલા મંડળોના ગોવિંદાને ટી-શર્ટ અને માસ્ક આપ્યાં છે. જેથી તમને અંદાજો આવી જશે કે  આ વખતે જન્માષ્ટમીમાં મોદી રામ અવતારથી નીકળીને કૃષ્ણ અવતાર ધારણ કરશે.

રાકેશ પંચાલ

News Published By


Editor.Charotar@Gmail.com


All right reserved by : ચરોતરનો અવાજ |