ચરોતર પંથકનું એકમાત્ર દૈનિક સાંધ્ય સમાચારપત્ર “ચરોતરનો અવાજ” દ્રારા દેશ-વિદેશમાં વસેલા ગુજરાતીઓ માટે પંથકની સર્વપ્રથમ ન્યુઝ પોર્ટલ સેવા,. વિશ્વના દરેક ખુણે રહેતા ચરોતરવાસીઓને ગુજરાત સહિત ચરોતરના પળેપળના સમાચાર ન્યુઝ પોર્ટલના માધ્યમથી હવેથી મળશે પલભરમાં,. સમાચારપત્ર તેમજ ન્યુઝ પોર્ટલમાં તમારા વિસ્તારના સારા-નરસાં સમાચાર અને અન્ય માહિતી તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક આવકાર્ય,....

E-PAPER

તંત્ર કડક બન્યું તો બાપુનો રાગ બદલાયો

અનેક દિવસોની મહેનત બાદ આજે જોધપુર પોલીસને આસારામ બાપુએ ઈન્દોર ખાતે બે વાગ્યે મળવાનો સમય આપ્યો હતો. જોકે અનેક દબાણો બાદ તંત્ર જાગ્યું છે. અને આજે જોધપુર પોલીસ બે વાગ્યે આસારામ બાપુને સમન્સ આપવાના ઈરાદે નીકળી હતી. જે શક્ય બન્યું પરંતુ તે દરમ્યાન  બાપુ  અલગ અલગ રાગ આલાપી રહ્યાં હતાં

અમુક દિવસો અગાઉ મીડિયા સમક્ષ તિહાર જેલમાં જવાનો સંકલ્પ જાહેર કરનારા આસારામ બાપુને હવે જેલમાં તેમના વિરુદ્ધ ષડયંત્ર થશે તેવી શંકાઓ વ્યક્ત કરી હતી. છેલ્લા અનેક દિવસોથી આસારામ બાપુને લઈને જાણે કે તંત્ર અવઢવની સ્થિતિમાં હોય તેમ જણાઈ રહ્યું હતું. જોધપુર પોલીસ પહેલા અમદાવાદ પહોંચી ત્યારે બાપુ અમદવાદમાં જ હતા. અમદાવાદ ખાતે મીડિયા સમક્ષ બાપુ બોલતા રહ્યાં પરંતુ પોલીસ પુરાવા સાચા છે કે ખોટાની તપાસમાં ફરતી રહી પરંતુ આસારામ બાપુની પુછપરછ કરવા તેમની નજીક પણ પહોંચી શકી ન હતી.

સવારથી જ સમાચાર વહેતા થઈ ગયા હતા કે  આસારામ ઈન્દોરમાં છે ત્યારે હવે જોધપુર પોલીસ ઈન્દોર માટે રવાના થઈ ગઈ છે. મનાઈ હતું  કે સાંજ સુધીમાં જોધપુર પોલીસ ઈન્દોર ખાતે આસારામ બાપુને સમન્સ આપી દેશે. જેમાં ત્રીસ ઓગષ્ટમાં આસારામ બાપુને પોલીસના શરણે જવું પડશે.પરંતુ જ્યારે જોધપુર પોલીસ ઈન્દોર પહોંચીને આસારામ બાપુને સમન્સ આપ્યો હતો ત્યારે તેમણે લેવાનો જ ઈન્કાર કરી લીધો. જોધપુર પોલીસ બાર વાગ્યા પહેલા ઈન્દોર પહોંચી ગઈ હતી પરંતુ આસારામ બાપુએ પોલીસને મળવાનો સમય બે વાગ્યાનો આપ્યો હતો. જેથી ઈન્દોર ખાતે જોધપુર પોલીસને રાહ જોવાની ફરજ પડી હતી. અને અંતે ત્રણ વાગ્યે જોધપુર પોલીસે ઈન્દોર આશ્રમમાં સમન્સ આસારામને પાઠવી દીધો હતો. અને તેના જવાબમાં આસારામ બાપુએ જરૂરી સહયોગ આપવાની વાત કરી હતી. પરંતુ જો ત્રીસ ઓગષ્ટ સુધીમાં આસારામ બાપુ હાજર નહીં થાય તો તેમની સામે કડક કાર્યવાહી થઈ શકે છે.

જોકે  આસારામ બાપુએ શંકા સેવી હતી અને કહ્યું હતું  કે  જેલમાં મારી સામે ષડયંત્ર થઈ શકે છે. જેથી હું તૈયાર નથી. તેમ છતાં જો બળજબરી કરવામાં આવશે તો  અન્ન-જળનો ત્યાગ કરવામાં આવશે.લોકસભામાં સોમવારે આસારામ બાપુ મુદ્દે ગરમા ગરમી જોવા મળી હતી. તે જોઈને કેન્દ્ર સરકાર જાગી હોય તેના પુરાવા આજે સવારે મળ્યાં છે. ગૃહમંત્રી સુશીલકુમારે શિંદેએ રાજસ્થાન સરકાર પાસે જોધપુર મામલે આસારામ બાપુ પર લાગેલી કલમો અને રિપોર્ટ માંગ્યો છે. 

જોકે જ્યારે જોધપુર પોલીસ ઈન્દોર પહોંચી ત્યારે સ્થાનીય રાજનીતિ જોવા મળી હતી. જોધપુર પોલીસ ઈન્દોર આશ્રમ પહોંચી તેની ગણતરીના કલાકોમાં ધારાસભ્ય રમેશ મંડોલા અનને વિજય વર્ગીય, જે બન્ને ભાજપના ધારાસભ્યો છે તેઓ ઈન્દોર આશ્રમ ખાતે આસારામ બાપુને મળવા પહોંચ્યા હતાં. જ્યાં રમેશ મંડોલાએ નિવેદન આપ્યું હતું કે આસારામ બાપુ નિર્દોષ છે. નેતા રમેશ મંડોલા ઈન્દોરના ધારાસભ્ય છે. જ્યારે વરિષ્ઠ નેતા દિગ્વિજ્ય સિંહે કહ્યું હતું કે આસારામ બાપુ નિર્દેોષ છે તો હાજર કેમ થતાં નથી.

રાકેશ પંચાલ
News Published By


Editor.Charotar@Gmail.com


All right reserved by : ચરોતરનો અવાજ |